Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં ભૂખમરાએ હદ વટાવી, એક ટંકના લોટ માટે મારામારી,

પાકિસ્તાનમાં ભૂખમરાએ હદ વટાવી, એક ટંકના લોટ માટે મારામારી,

72
0

પાકિસ્તાનમાં અત્યારે એવી હાલત છે કે શું કહેવું કઈ જ સમજાયું આટલી હદે ભૂખમરો છે અને ત્યાના અમુક લોકોએ શું કહ્યું કે, લોટ નથી આપી શકતા તો અમારા પર ગાડી ચડાવી દો, અમને મારી નાખો. આ પ્રકારના નિવેદન એવા દેશમાંથી જ આવી શકે, જ્યાં દુષ્કાળ પડ્યો હોય અને જનતા ભૂખમરાની કગાર પર આવીને ઊભી હોય. આપણો પાડોશી દેશ પાકિસ્તાનમાં જનતાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, લોકો આત્મહત્યા કરવાની વાત કરી રહ્યા છે. 10 કિલો લોટની એક બોરીની કિંમત 3100 રૂપિયા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયપલ થઈ રહ્યા છે, જેમાં લાંબી લાંબી લાઈનોમાં લાગેલા લોકો લોટ લેવા માટે તરસી રહ્યા છે. લોટો નહીં મળતા લોકો રસ્તા પર સુઈને મરી જવાની ધમકી આપી રહ્યા છે. વિદેશી પૈસા પર નભતા પાકિસ્તાને હંમેશા આતંકનું સમર્થન કર્યું છે, તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખૂબ કર્યો છે. મુંબઈમાં હુમલો, સંસદ પર અટેકમાં આ દેશની ડાયરેક્ટ લિંક મળી છે. અહીંના આકાઓએ ન ફક્ત આતંકને છાવર્યો છે, પણ પોતાના દેશના વિકાસને પણ નજરઅંદાજ કર્યો છે. તેનું પરિણામ એ આવ્યું કે, ક્યારેક અહીં લોટ, તો ક્યારેક ટામેટા, ડુંગળી માટે ફાંફા પડી રહ્યા છે. નામ માત્રના લોકતંત્રવાળા આ દેશમાં જનતા ચૂંટીને ભલે ગમે તેને લઈ આવે, પણ સરકાર સેનાની ચાલે છે. ઈમરાન ખાને આ પરંપરાને બદલવાની કોશિશ કરી તો, તેમને પણ ઘરભેગા કરી દીધા. પણ ઈમરાન ખાન એ ભૂલી જાય છે કે, તેઓ પણ સેનાના કારણે જ રાજગાદી પર બેઠા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો લોકો તડપી રહ્યા છે. કેટલાય દિવસોથી તેમને લોટ નથી મળ્યો. લોટના ભાવ આકાશે આંબી રહ્યા છે. એક વીડિયોમાં એક પોલીસવાળાના હાથમાં એકે-47 લઈને લોટની બોરીઓની રક્ષા કરતો હોવાનું જોઈ શકાય છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજસ્થાન હાઈકોર્ટે અનુકંપા નિયુક્તિને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો
Next articleમતદાન અને ચૂંટણી લડવાની ઉંમરમાં સમાનતા સામે ચૂંટણી પંચે વાંધો રજૂ કર્યો