Home ગુજરાત નોબેલ ફ્લેટમાં ફાયર સેફટીના નિયમનું પાલન નહીં કરતા 36 દુકાનોને નોટિસ અપાઈ

નોબેલ ફ્લેટમાં ફાયર સેફટીના નિયમનું પાલન નહીં કરતા 36 દુકાનોને નોટિસ અપાઈ

60
0

ઊંઝામાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનાર 36 દુકાનોને નોટિસ અપાઈ હતી. ઊંઝામાં પાટણ રોડ પર નોબેલ ફલેટમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનાર 36 દુકાનોને નોટિસ આપવામાં આવી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર રવિકાન્ત પટેલ દ્વારા નોટિસ અપાઇ હતી. જે પૈકી 14 દુકાનોને સીલ કરાઇ હતી. ફાયર સેફ્ટી અંગેની ચકાસણી દરમિયાન નોબેલ ફ્લેટમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરાતાં નોટિસ રિજિયોનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રિવનેશન સર્વિસીસના ગાંધીનગરના હુકમ પત્રના આધારે નગરપાલિકાએ નોટિસ ફટકારી હતી.

નોટિસમાં ફાયર સેફ્ટીની સુવિધા નિયમોનુસાર તાત્કાલિક અસરથી કરવાની છે. અન્યથા મિલકતને સીલ કરી વીજળી, પાણી કનેક્શન અને ગટર કનેક્શન કાપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. ફાયર સેફટીના અભાવના લીધે મોટા ફ્લેટ કે કોમ્પ્લેક્સમાં આગ લાગવાથી મિલ્કત તેમજ અંદર રહેતા રહેવાસીઓને ગણું નુકશાન થતું હોય છે. જેને પગલે ઊંઝા નગરપાલિકાના કર્મચારીઓની આંખો ખુલતા તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયર સેફટી ના હોય એવી જગ્યાએ નોટિસો ફટકારી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાલપુરના જેસવાડી પાસેના અકસ્માતમાં કારમાં સવાર બંને યુવકોના ઘટના સ્થળ પર મોત
Next articleBISએ Digital TV Reciver, USB Type C અને Video Surveillance System માટે ગુણવત્તા માપદંડ જાહેર કર્યા