સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મંગળવારના રોજ રમકડાનો ભવ્ય અને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના રમકડા સાથેના શણગારના દર્શન કર્યા હતા. શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે.
ત્યારે 10 જાન્યુઆરી 2023 ને રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય અને ભવ્ય રમકડાનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસ યજ્ઞનું આયોજન કરવામાં આવલું છે. હાલ ધનુરમાંસ નિમિતે શનિવાર તેમજ મંગળવારના દાદાને વિશેષ શણગારનું આયોજન સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ડી.કે.સ્વામી દ્વારા કરવામાં આવે છે. હજારો ભકતો દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.