Home ગુજરાત હોલિવૂડ મૂવીની જેમ તસ્કરો ચાલતી ટ્રકમાં ચડ્યા અને લેપટોપ, મોબાઇલ સહિત ઇમ્પોર્ટેડ...

હોલિવૂડ મૂવીની જેમ તસ્કરો ચાલતી ટ્રકમાં ચડ્યા અને લેપટોપ, મોબાઇલ સહિત ઇમ્પોર્ટેડ વસ્તુઓ લઈ ગાયબ

37
0

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાલુ વાહને ચોરી તથા લૂંટના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે 6 જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈશરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. ચાલુ આઈશરમાંથી રૂ.1.07 કરોડના માલસામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી સામે આવ્યા છે. બાઇકમાં આવેલા બે શખસ ચોરી કરતા સીસીટીવી ફૂટેજમાં જોવા મળતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બે બાઇકસવારે લોક અને સીલ તોડી માલ તફડાવતા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમોએ તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, હોલિવૂડ મૂવી ‘fast and furious’માં જેમ ચોરી થાય છે, આ શખ્સોએ એવી જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો.

લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ નજીક બે અજાણ્યા શખસ બાઇક પર આવીને ચાલુ આઈશરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને એમાં મૂકેલાં પૂંઠાનાં બોક્સ નંગ 719 પૈકી બોક્સની અંદર રહેલા ટાટા સ્કાયનો સામાન રૂપિયા 20 હજાર, હેડફોન તથા પાવરબેક રૂપિયા 23 હજાર, ઓટોમોબાઈલ, જેમાં પોલીસે અંદાજો લાવેલા રોકડા રૂપિયા 50 હજાર, 96 હજાર રૂપિયાના લેપટોપ તેમજ અલગ-અલગ કંપનીનાં અલગ મોડલના 259 નંગ મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા 91 લાખ 16 હજાર 563 તથા પ્રિન્ટિંગના રોલ રૂપિયા 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2 લાખ 27 હજાર 385, ટેબ્લેટ 12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 1 કરોડ 7 લાખ 17 હજાર 133ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ત્યારે પોલીસે બે અજાણ્યા શખસ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  આ ચકચારી ચોરીના બનાવ અંગે હાઇવેના વિવિધ સીસીટીવી ફૂટેજમાં બે બાઇકસવારો શંકાસ્પદ હાલતમાં આ ગાડીનો પીછો કરી પાછળના દરવાજાનું સીલ તોડી સામાન ચોરતા હોવાનું જણાઇ આવતાં પોલીસ એ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું લીંબડી ડીવાયએસપી સી.પી. મુંધવાએ જણાવ્યું હતું.

ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના લીંબડી નજીક આ કામનો ભોગ બનનારા શખસની ગાડીનો ઓવરટેક કરીને એક ગાડીના ચાલકે તેમને ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાની સાથે સામાન ચોરાયો હતો. આ ચાલુ ગાડીમાંથી રૂ. એક કરોડથી વધુનો મુદામાલ ચોરાયો હોવાની વિગતના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

હાલ બે બાઇકસવારે લોક અને સીલ તોડી માલ તફડાવતા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કવાયત હાથ ધરાઈ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોટાદમાં ભાભણ રોડ પણ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું
Next articleભાવનગરની પરિણીતા પર સુરતના સસરિયાએ દહેજના બાબતે ત્રાસ ગુજાર્યો