ચીનમાં કોવિડ-19 ના વધતા જતા કેસોને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. સતત વધી રહેલા કેસોને કારણે ત્યાંની આરોગ્ય વ્યવસ્થા એટલી હદે ભરાઈ ગઈ છે કે હવે ચીને પણ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસની આ સ્થિતિઓને કારણે દવાઓની અછત સર્જાઈ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કહ્યું કે દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણના વધતા કેસોને કારણે સ્વાસ્થ્ય સંસાધનોની અછત સર્જાઇ છે. NHC સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ચીને એવા સમયગાળાનો અનુભવ કર્યો છે જ્યાં ચેપ ઝડપથી વધી રહ્યો છે. NHC ના વૈજ્ઞાનિક જિઆઓ યાહુઈએ જણાવ્યું હતું કે ઘણા શહેરોમાં ચેપ ટોચ પર હોવાથી ગંભીર કેસ સતત વધી રહ્યા છે અને વસંત ઉત્સવ દરમિયાન લોકોની સંખ્યામાં વધારો થતાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ચેપનો દર વધી શકે છે, જે તબીબી સંસાધનોને પડકાર આપી શકે છે.
ચીન હાલમાં કોવિડ ચેપ અને તેનાથી થતા મૃત્યુની ગંભીર લહેરનો સામનો કરી રહ્યું છે. સંક્રમણ સંબંધિત સહ-સત્તાવાર માહિતીના અભાવને કારણે સહેરની ગંભીરતાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ આંકડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તમામ સંકેતો દ્વારા પરિસ્થિતિ ભયંકર હોવાનું જણાય છે કારણ કે ડિસેમ્બર 2019 માં રોગચાળો શરૂ થયા પછી ચીને પ્રથમ વખત આરોગ્ય સંસાધનોમાં તેની અછત જાહેર કરી છે. અહેવાલો સૂચવે છે કે ચીનમાં હોસ્પિટલો અને શબઘર ભરેલા છે. સંક્રમણની આ વર્તમાન લહેર ડિસેમ્બરની શરૂઆતમાં ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળના પ્રતિબંધો હટાવવાને કારણે આવી છે, જોકે પ્રતિબંધો હળવા થયા પહેલા જ ચીનમાં કેસ વધી રહ્યા હતા. આ કેસોમાં હજુ વધારો થવાની આશંકા છે.
હાલની લહેર શરૂ થયા સમયે ચીનમાં કેટલાક લોકોમાં ‘હાઇબ્રિડ પ્રતિરક્ષા’ થોડા અંશે ઓછી થઇ હતી પરંતુ સંપૂર્ણ રીતે ખતમ પણ થઇ ગઇ હશે, એવું લાગતું નથી, આ સિવાય ખબરો દ્વારા પણ જાણકારી મળી રહી છે કે, ચીનમાં વૃદ્ધોનું રસીકરણ યુવાઓની તુલનામાં ઓછી થયુ છે. જો આ સત્ય છે તો આથી સંક્રમણની સાથેસાથે ગંભીર બીમારીઓ અને મોતો પણ થઇ હશે. કેવી રીતે લગાવી શકાય પ્રકોપ પર લગામ? તે.. જાણો.. ચીનની હાલની લહેર આગામી સમયમાં પોતાના ચરમ પર પહોંચશે અને પછી નબળી પડશે. પરંતુ તે પોતાના ચરમ પર ક્યારે પહોંચશે અને કેટલી ગંભીર હશે તે વાત પર નિર્ભર કરે છે ખરેખરમાં સંક્રમણના કેટલા મામલા સામે આવી રહ્યા છે. પરંતું આપણે આંકડોઓ વિશે કંઇ જાણતા નથી. સ્વાસ્થ્ય વિશે આંકડાઓમાં જાણકારી આપનારી બ્રિટિશ સંસ્થા ‘એયરફિનિટી’ એ અનુમાન લગાવ્યું છે કે, ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સંક્રમણના 3 કરોડ 32 લાખ મામલે આવ્યા છે અને 1,92,400 મોત થયા છે પરંતુ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગની બેઠકમાં લીક થયેલી એક જાણકારી અનુસાર અનુમાન છે કે, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં લગભગ 25 કરોડ લોકો (જનસંખ્યાના લગભગ 18 ટકા) સંક્રમિત થયા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.