Home ગુજરાત હળવદમાં પ્રમુખસ્વામી નગરમાં રહેતા ઓઈલમિલના માલિકે લમણે ગોળી મારી આપધાત કર્યો

હળવદમાં પ્રમુખસ્વામી નગરમાં રહેતા ઓઈલમિલના માલિકે લમણે ગોળી મારી આપધાત કર્યો

38
0

હળવદ શહેરમાં સાંજના સમયે યુવાને પોતાની જાતે જ લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ યુવકે શા માટે આત્મહત્યા કરી તેનું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હળવદ શહેરમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ સાંજના સમયે પોતાના ઘરે હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર લમણે ગોળી મારી દેતા ગંભીર હાલતમાં પરિવારજનો દ્વારા હળવદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસની ટીમ દોડી ગઈ હતી. હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે વિરમગામ પાસે યુવાનનું મોત થયું હતું. મૃતકના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. જ્યાં પરિવારજનો સહિત સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા. મૃતકના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. તો આ અંગેની વધુ તપસ હળવદના પી.એસ.આઈ. એમ.જે.ધાંધલ ચલાવી રહ્યા છે. કયા કારણોસર આ આપઘાત કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી પણ તેની તપાસ કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field