Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના ઇસનપુરમાં વેપારીઓ પાસેથી દંડ લેવા જતા AMCના કર્મચારીઓ પર હુમલો, ૩ને...

અમદાવાદના ઇસનપુરમાં વેપારીઓ પાસેથી દંડ લેવા જતા AMCના કર્મચારીઓ પર હુમલો, ૩ને હોસ્પિટલ ખસેડાયા

27
0

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ શહેરમાં જાહેરમાં ગંદકી કરનારા લોકો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ કરનારા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી શાક માર્કેટમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરીનો સ્ટાફ જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ કરતો હતો. ત્યારે કેટલાક શાકભાજીવાળા અને દુકાનદારોએ આ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને તેઓને માર મારી ત્યાંથી ભગાડ્યા હતા. 8થી 10 લોકોએ ભેગા મળી અને આ કર્મચારીઓને માર મારતા તેઓને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં તેઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા વેપારીઓને ત્યાં ચેકિંગ કરી અને તેઓની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રાજન પરમારે જણાવ્યું હતું કે, ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી શાકમાર્કેટમાં આજે સાંજે જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.

ત્યારે એક દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ચેકિંગ કરી અને દંડ લેવાની કાર્યવાહી થઈ હતી. તેમાં પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ અન્ય જગ્યાએ અમારો સ્ટાફ દંડ લેવા ગયો ત્યારે દુકાનદાર વૃદ્ધ કેટલાક શાકભાજીવાળા તેમજ અન્ય લોકોને ઉશ્કેરી લઈને આ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને માર મારવામાં આવ્યો હતો. ત્રણ જેટલા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં કચેરી ફેકનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

ત્યારે હવે કેટલાક આવા વેપારીઓ જેઓ પોતે નિયમોનું પાલન નથી કરતા અને તેઓની સામે કાર્યવાહી થાય છે. ત્યારે સરકારી કર્મચારીઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે જેની સામે પણ હવે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસગબાર પોલીસે ટી.સી.ની પેટીઓમાં દારૂની હેરાફેરી કરતા 2 બૂટલેગરોને ઝડપ્યા, 13.54 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો
Next articleસગીરાની છેડતી કરી શખ્સ નાસી ગયાની પીડીતાની માતાએ ફરીયાદ નોંધાવી, પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી કરી