આમ તો તમે પુરૂષ ટીચર દ્વારા ગર્લ સ્ટૂડન્સ્ટ્સ અને બાળક યૌન શોષણના કેસ તો ખુબ સાંભળ્યા હશે પરંતુ ક્યારેય મહિલા ટીચર દ્વારા કરવામાં આવેલા ખરાબ કામ વિશે સાંભળ્યું છે. જરા વિચારો કે ભવિષ્ય બનાવનાર ગુરૂ પોતાના વિદ્યાર્થીને હવસ ભરેલી નજરથી જોય તો શું થાય. આવા એક સમાચાર આવ્યા છે, જે તમારા હોશ ઉડાવી દેશે. તેમાં એક મહિલા ટીચરે પોતાના 14 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ બનાવી દીધો. આમ તો કહેવાય છે કે માતા-પુત્ર બાદ ગુરૂ-શિષ્યનો સંબંધ દુનિયામાંસૌથી પવિત્ર હોય છે. ગુરૂ ન માત્ર બાળકોને અભ્યાસ કરાવે છે પરંતુ આગળ ભવિષ્યમાં તે કેવું આચરણ કરશે તેનો પાયો પણ રાખે છે, પરંતુ આ કેસને જાણીને તમે શું કહેશો જેમાં 31 વર્ષની મહિલા ટીચરનું પોતાના 14 વર્ષના વિદ્યાર્થી પર દિલ આવી ગયું..
ગુરૂ-શિષ્યના સંબંધને તારતાર કરનાર આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે. આરોપી મહિલા શિક્ષિકાનું નામ બ્રિટની લોપેઝ મરે છે. ફ્લોરિડા મિડલ સ્કૂલમાં ડ્રામા ટીચર તરીકે કામ કરનારી મહિલા પર આરોપ લાગ્યો કે તે વિદ્યાર્થી સાથે ખરાબ સંબંધ બનાવતી હતી. ટીચર તે વિદ્યાર્થી સાથે ફોન પર પણ વાત કરતી હતી. શરમજનક વાત છે કે ટીચરની વાતમાં આવીને વિદ્યાર્થીને પણ ખ્યાલ આવ્યો નહીં કે તે ખોટું કરી રહ્યો છે. Hialeah Middle માં અભ્યાસ કરી ચુકેલી લોપેઝ મરેને ખરાબ કામની આદલ હતી કે તેણે 4 વર્ષ સુધી ગંદુ કામ કર્યું. બંનેના ખરાબ કામની ખબર ત્યારે પડી જ્યારે વિદ્યાર્થીની નાની બહેને ટીચર અને તેના નાના ભાઈનું ચેટિંગ જોઈ લીધું. બહેને આ વાત સીધી પિતાને જણાવી.
વિદ્યાર્થીના પિતાએ જ્યારે તેનો ફોન ચેક કર્યો તો તેના હોંશ ઉડી ગયા. વિદ્યાર્થીના ફોનમાં તેના ટીચરના અશ્લીલ ફોટો મળ્યા. પછી પિતાએ ટીચરની ફરિયાદ પોલીસમાં કરી હતી. મહિલા ટીચરની આ શરમજનક હરકતની જાણકારી મળતા પોલીસ પણ એક્શનમાં આવી અને તેની ધરપકડ કરી લીધી. સ્કૂલ એડમિનિસ્ટ્રેશને તત્કાલ પ્રભાવથી મહિલાને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં સ્કૂલમાંથી બહાર કરી દીધી. હવે આ કેસની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. સોશિયલ મીડિયા પર મહિલા ટીચરનો આ કેસ સામે આવતા લોકોએ પ્રતિક્રિયા આપી છે. કોઈએ મહિલા ટીચરના વર્તનને ખરાબ ગણાવ્યું તો કોઈ લોકોએ વિદ્યાર્થી પર સવાલ ઉઠાવ્યા. કેટલાક લોકોનું કહેવું છે કે તે ટીચરની વાતોમાં આવી ગયો હતો. તો કેટલાક લોકોએ બાળકના માતા-પિતા પર સવાલ કર્યાં હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.