ગાંધીનગરના સેકટર – 22 આનંદ વાટિકા સોસાયટીમાં પિયરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પરિણીતાને પ્રથમ પતિ સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા લેવાની નોબત આવી હતી. ત્યારે બાર વર્ષની દીકરીને પ્રથમ પતિને સોંપીને ભુજમાં બીજા લગ્ન કર્યાના થોડા વખતમાં જ પુનઃ લગ્ન જીવનમાં દહેજ માટે ભંગાણ સર્જાતા તેણીએ પોલીસની શરણે જઈને પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. ગાંધીનગરની 32 વર્ષીય યુવતીને બબ્બે વખત લગ્ન કર્યા પછી પણ પસ્તાવાનો વખત આવ્યો છે. પ્રથમ લગ્ન જીવનમાં ભંગાણ સર્જાતા ભુજના યુવક સાથે બીજા લગ્ન કરીને પણ લગ્ન જીવનનું સુખ નહીં ભોગવી શકનાર સેકટર – 22 આનંદ વાટિકા સોસાયટી ખાતે પિયરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી રિદ્ધિનાં (નામ બદલેલ) પ્રથમ લગ્ન વર્ષ – 2009 માં ભુજ ખાતે કોર્ટમાં થયા હતા. જો કે પતિ સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા લેવાની ફરજ પડી હતી.
એ વખતે રિદ્ધિએ દીકરીનો કબજો પતિને સોંપી દીધો હતો. તા. 12/08/2020 ના રોજ સમાજના રીત રિવાજ મુજબ રિદ્ધિના લગ્ન અંજાર તાલુકાના આશાપુરા સોસાયટી ખાતે રહેતાં વિકાસ(નામ બદલેલ છે) સાથે થયા હતા. આમ પ્રથમ લગ્ન જીવનનો કડવો અનુભવ થયા પછી ફરી સંસાર માંડીને રિદ્ધિ સાસરીમાં રહેવા ગઈ હતી. જ્યાં થોડા સમય પછી સાસુ ઘરકામ બાબતે વાંધા વચકા કાઢી મહેણાં ટોણાં મારી કહેતા કે, પડોશીની વહુ ઘણુ બધુ દહેજ લાવેલ છે અને તને તારા બાપાએ કંઇ દહેજ આપેલ નથી. એમાંય વળી સાસુ તેના વિરુદ્ધ વિકાસને ઉશ્કેરણી કરતા હતા. જેથી વિકાસ રિદ્ધિ સાથે મારઝૂડ કરતો હતો.
જ્યારે લગ્ન કરીને પિયરમાં જ રહેતી નણંદ પણ મહેણાં ટોણાં મારવાની કોઈ કસર બાકી રાખતી ન હતી. તો નજીકમાં જ રહેતી બીજી નણંદ પણ ઘરે જઈને વિકાસની ચઢવણી કરતી હતી. જેનાં કારણે પણ વિકાસ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેમનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતાં આખરે રિદ્ધિએ મહિલા પોલીસ સ્ટેશન કચ્છ ખાતે પતિ, સાસુ અને બે નણંદો વિરુધ્ધ અરજી આપવી પડી હતી. એકવાર લગ્ન તૂટયા પછી બીજી વખત પણ ઘર સંસાર તૂટે નહીં એના માટે રિદ્ધિએ સમાધાન કરી લીધું હતું.
ત્યારે ગઈ ફેબ્રુઆરી – 2021 માં તે ડીવાયએસઓ ની પરીક્ષાની તૈયારીઓ અર્થે પિયર ગાંધીનગર આવી હતી. અને કોરોના સંક્રમિત થઈ હતી. જેની સારવાર ચાલુ હોઇ પતિ કે સાસરિયા ખબર અંતર પૂછવા પણ આવ્યું ન હતું. એટલે સમાધાનના પ્રયત્નો કર્યા છતાં કોઈ તેડવા પણ આવ્યું ન હતું. આખરે લાંબો સમય વીતી જતાં રિદ્ધિએ ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ અને બે નણંદો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.