Home દુનિયા - WORLD દુબઈમાં આવતા દુનિયાભરના પર્યટકોને આકર્ષેવા માટે દુબઈ પ્રશાસને જોરદાર જાહેરાત કરી

દુબઈમાં આવતા દુનિયાભરના પર્યટકોને આકર્ષેવા માટે દુબઈ પ્રશાસને જોરદાર જાહેરાત કરી

73
0

દુબઈ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. અહીંનું પ્રશાસન પણ પ્રવાસીઓને સતત પ્રભાવિત કરવાની ખુબ કોશિશ કરતું રહે છે. નવા વર્ષના અવસરે દુબઈ પ્રશાસને દારૂ પર ટેક્સ અને લાઈસન્સ ફી ખતમ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત દુબઈની બે સરકારી દારૂ કંપનીઓ (Maritime and Mercantile International) એ કરી છે. આ બને કંપનીઓ Emirates Group નો જ ભાગ છે. અત્રે જણાવવાનું કે આ જાહેરાત સત્તાધારી અલ મખ્તૂમ પરિવારના આદેશ પર થઈ છે. જો કે હવે તેમણે આવકના મોટા સ્ત્રોતથી હાથ ધોવા પડશે.

અત્રે જણાવવાનું કે દુબઈમાં દારૂ પર 30 ટકા ટેક્સ લાગતો હતો અને જે લોકો દારૂનું લાઈસન્સ લેતા હતા તેમણે એક ચોક્કસ રકમ ફી તરીકે ચૂકવવી પડતી હતી. દુબઈ પ્રશાસન તરફથી આ અગાઉ પણ પર્યટકોને આકર્ષવા માટે દારૂ સંલગ્ન કેટલાક નિર્ણયો લેવાયા હતા. જેમ કે રમઝાન મહિનામાં પણ દિવસે દારૂ વેચવા માટે મંજૂરી અપાઈ હતી. કોવિડ લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલિવરી પણ શરૂ કરાઈ હતી. દારૂના સેવનનો કાયદો? તે.. જાણો.. દુબઈ કાયદા હેઠળ દારૂનું સેવન કરવા માટે બિન મુસ્લિમની ઉંમર 21 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ.

પીનારા લોકોએ દુબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા પ્લાસ્ટિક કાર્ડ લેવાના હોય છે. જે તેમને બીયર, દારૂ અને દારૂ ખરીદી, પરિવહન અને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. પ્લાસ્ટિક કાર્ડ ન હોય તો દંડ અને ધરપકડનો સામનો પણ કરવો પડી શકે છે. એવું કહેવાય છે કે શેખોને બારમાં આવા કોઈ પ્લાસ્ટિક કાર્ડની જરૂર પડતી નથી. દુબઈમાં આ વિસ્તારોમાં દારૂ પર છે પ્રતિબંધ? તે જાણી લો.. દુબઈમાં કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ વિસ્તાર એવા છે જેની સરહદ મિડલ ઈસ્ટને મળે છે. યુએઈની રાજધાની અબુધાબીમાં દારૂ લાઈસન્સ લિસ્ટમ 2020માં જ ખતમ કરી દેવાઈ હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શંકાસ્પદ આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબારી કરી
Next articleદિલ્હીમાં કાર સવાર યુવકો યુવતીને 8KM સુધી ઢસડી ગયા, આ ઘટનામાં યુવતીનું દર્દનાક મોત થયું, 5 આરોપીની ધરપકડ