ભચાઉ-ગાંધીધામ વચ્ચેના છ માર્ગીય ધોરીમાર્ગ પર સવારે ઓઇલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. જેથી માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું. ગાંધીધામ તરફ જતું ટેન્કર વારસાણા પાસે અન્ય વાહન સાથે અથડાઈ જતા પાછળના ભાગે લીકેજ સર્જાયું હતું અને તેના કારણે ટેન્કરમાંથી માર્ગમાં દૂર સુધી ઓઇલ ઢોળાઈ ગયું હતું. અતિ વ્યસ્ત હાઇવે પર ઓઇલ ઢોળાઈ જવાથી અનેક નાના મોટા વાહનો સ્લીપ થતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. જોકે, બાદમાં હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ઓઇલ ઢોળાયેલા વિસ્તારમાં રેતી નાખી માર્ગને સલામત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના વારસાણા ગાંધીધામ વચ્ચે સવારે ટેન્કરમાં અકસ્માતના કારણે લીકેજ સર્જતાં માર્ગ ઉપર ઓઇલની રેલમછેલ થઈ પડી હતી. ઓઈલના કારણે માર્ગ લપસણો બની જતા પસાર થતા વાહનો સ્લીપ થયા હતા અને મહાપ્રયાસે અકસ્માતથી બચ્યાં હતા. જોકે, ઘટનાની જાણ થતાં વાહન વ્યવહાર સર્વિસ રોડ પરથી ડાયવર્ટ થયો હતો.
હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા તાબડતોબ ઓઇલ ઢોળાયેલા વિસ્તારમાં રેતી પાથરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લીકેજ ટેન્કરને સર્વિસ રોડ પર ઉભું રાખી દેવામાં આવ્યું હોવાનું ટોલ અધિકારી રામીએ જણાવ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.