Home ગુજરાત નડિયાદ કઠલાલમાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલી ટ્રકને પાછળથી આવેલા કન્ટેનરે...

નડિયાદ કઠલાલમાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર રોડની સાઈડમાં ઉભેલી ટ્રકને પાછળથી આવેલા કન્ટેનરે ટક્કર મારતા 1નું મોત

45
0

કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બાયપાસ રોડથી ઓવરબ્રિજ વચ્ચે રાત્રે પસાર થતી ટ્રકનું ટાયર એકાએક જામ થતાં રોડની સાઈડમાં ઉભેલી હતી. આ દરમિયાન ટ્રકની પાછળથી આવેલા કન્ટેનરે ટક્કર મારતાં ટ્રક 50 ફુટ જેટલી ઘસેડાઈ હતી. આ ઘટનામાં ટ્રકના ક્લીનરનું મોત નિપજ્યું છે. ટ્રકના ચાલક અને ક્લીનર બન્ને ટ્રકની નીચે કામગીરી કરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલા કન્ટેનરે ટક્કર મારતાં ક્લીનર ટાયર નીચે કચડાઇ જતાં મોત થયું છે. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. આ મામલે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

કઠલાલ નજીકના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બાયપાસ રોડથી ઓવરબ્રિજ વચ્ચે રાત્રે પસાર થતી ટ્રક નંબર (એમપી 09 એચએચ 9215)ના ટાયર જામ થતા આ ટ્રક બંધ થઈ ગઈ હતી. ટ્રકના ચાલક રાહુલ જામસી જોગડીયાએ આ ટ્રક હાઇવેની સાઇડમાં ઉભી રાખી હતી અને ક્લીનર હીરાસિહ ભંગડા ડાવર (ઉ.વ.19) સાથે બંધ ટ્રકની નીચે બેસી રીપેરીંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટે આવેલા કન્ટેનર નંબર (જીજે 03 બીવાય 9415)ના ચાલકે ઉપરોક્ત ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

જેના કારણે બંધ ટ્રકની નીચે કામ કરતા પૈકી ટાયર પાસે બેઠેલા ક્લીનર હિરાસિંહ પર ટાયર ફરી વળતાં તે કચડાઈ ગયા હતા. ટ્રકનું ટાયર તેઓના શરીર પરથી ફરી વળતા તેમનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જ્યારે અકસ્માત બાદ ટ્રક આગળ 50 ફુટ જેટલી ઢસડાઈ હતી.

આ ઘટનામાં ચાલક રાહુલ જામસી જોગડીયાનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર બનાવ મામલે કઠલાલ પોલીસે રાહુલ જામસી જોગડીયાની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાળ લગ્નના કેસમાં સમાધાન ન કરાવતાં બે પુત્ર અને પુત્રવધુએ આક્રમક થઈ પિતાને લાકડાની હોકી ફટકારી
Next articleપાટણમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર મારી તેલના ડબ્બા વેચતાં 3 વેપારીઓને ઝડપ્યા