મહેસાણા શહેરમાં રહેતા એક પરિવારની 33 વર્ષીય પરિણીતાના લગ્ન છ વર્ષ અગાઉ પાટણના યુવક સાથે થયા હતા. ત્યારબાદ દંપતી વડોદરા રહેવા આવ્યું હતું. જેથી મહિલાએ પોતાની સાસરે પાટણમાં પડેલું પોતાનું વોશિંગ મશીન લેવાનું કહેતા સાસુ-સસરા અને નણંદ સહિતના લોકોએ લઈ જવાની ના પાડી હતી. બાદમાં સાસરિયાએ પતિને ચડામણી કરતા પતિએ પરિણીતાને માર માર્યો હતો. ઘરમાં રહેવું હોય તો તારા બાપાના ઘરેથી ગાડી અને મકાન માટે 50 લાખ રૂપિયા લઇ આવ એમ કહી એક વર્ષની નાની દીકરી સાથે પિયરમાં તગેળી મૂકવાની ઘટના સામે આવી હતી.
પરિણીતાનું લગ્ન જીવન ન બગડે એ માટે પિયર અને સાસરી પક્ષ વચ્ચે અનેકવાર સમાધાનના પ્રયત્નો કરવા છતાં સમાધાન ન થતા પરિણીતા તેના પતિને મળવા તેના નોકરી સ્થળ વડોદરા ખાતે આવેલા બેંક ઉપર ગઈ હતી. જ્યાં પતિની પ્રેમિકાએ ભેગા મળી પરિણીતાને છૂટાછેડા આપી દે અમારે લગ્ન કરવાના છે કહી, તેને અને તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેને પગલે રાહુલની પત્નીએ મહેસાણા આવી મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ફરિયાદ કરી હતી. મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તેના પતિ, સસરા, સાસુ, નણંદ, નણદોઈ, જેઠ અને પતિની પ્રેમિકા સામે દહેજ માંગણી અને મારામારી સહિતની ફરિયાદ નોંધાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.