પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબા – મહાન ફૂટબોલર પેલેનું નિધન, ઋષભ પંતનો અકસ્માત
આજે આમતો શુક્રવાર છે. પરંતુ આ શુક્રવાર બ્લેક ફ્રાઈડે બની ગયો. સવારથી ત્રણ દુ:ખદ ઘટનાઓ સામે આવી હતી. જ્યાં વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક પેલેનું નિધન થયું હતું. તો ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે નિધન થયું હતું. આ સિવાય ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો હરિદ્વારમાં માર્ગ અકસ્માત થયો હતો. આ દરમિયાન તેને ઈજા થઈ હતી.
બ્રાઝિલના ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના મૃત્યુની માહિતી આપી હતી. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા. મોટાભાગે ફોરવર્ડ પોઝિશનમાં રમતા પેલેને વિશ્વનો મહાન ફૂટબોલર કહેવો ખોટું નહીં હોય. પેલે જેવો ખેલાડી આવનારી સદીઓમાં ભાગ્યે જ જન્મશે. પેલેનું મૂળ નામ એડસન એરાંટેસ ડો નાસિમેન્ટો હતું. પરંતુ શાનદાર રમતના કારણે તે બીજા ઘણા નામોથી પણ જાણીતો હતો. પેલેને ‘બ્લેક પર્લ’, ‘કિંગ ઓફ ફૂટબોલ’, ‘કિંગ પેલે’ જેવા ઘણા ઉપનામો મળ્યા. પેલે તેના યુગના સૌથી મોંઘા ફૂટબોલરોમાંના એક હતા.
પીએમ મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગાંધીનગરના સ્મશાનભૂમિ ખાતે હીરા બાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા પીએમ મોદીએ પણ મૃતદેહને કાંધ આપી હતી.
ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. આમાં તેને ઘણી ઈજાઓ થઈ છે. શુક્રવારે વહેલી સવારે રુડકી પરત ફરતી વખતે ગુરુકુલ નરસન વિસ્તારમાં આ ઘટના બની હતી. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંતને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યો છે. પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ જોવા મળી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.