Home ગુજરાત પાટણમાં તસ્કરોએ ગોગા મંદિરમાંથી દાગીનાની ચોરી કરી અને લગાવેલા કેમેરા ઊંચા કરી...

પાટણમાં તસ્કરોએ ગોગા મંદિરમાંથી દાગીનાની ચોરી કરી અને લગાવેલા કેમેરા ઊંચા કરી દીધા

21
0

પાટણ શહેરનાં સરસ્વતિ નદીનાં બ્રીજનાં પૂર્વ તરફનાં સમાલપાર્ટી સીમમાં આવેલ ગોગા મહારાજનાં મંદિરમાંથી રાતથી સવાર સુધીમાં કોઇ અજાણ્યા શખ્સ મંદિરનું તાળુ તોડી અંદર પ્રવેશ કરીને ચાંદીની મૂર્તિ તથા ચાંદીનાં બે દિવડા તથા બગસરાનાં હાર મળી કુલે રૂ 38000ની મતાની ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ ની મળતી માહિતી મુજબ પાટણ ના બિલ્ડર મુકેશભાઈ અમથાભાઈ પટેલ રે. સુવિધિનાથ સોસાયટી, કાળકારોડ, પાટણવાળાએ સરસ્વતિ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનાં ખેતરમાં 23 વર્ષ પૂર્વે ગોગામહારાજનું મંદિર ઉપરોક્ત સ્થળે બનાવેલું છે ને અહીં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે ને અહીં દર અને પ્રસંગોપાત ભુવાજીનો પાઠ બેસતો હોવાથી લોકોની અવરજવર વધારે હોય છે.

આ ગોગાજી મુકેશ પટેલની આસ્થાનું પ્રતિક હોવાથી તેઓ પણ રોજ દર્શનાર્થે જતા હતા. તા. 27મીનાં રોજ રાત્રે દર્શન કરી ને ઘેર જઇને સુઇ ગયા હતા. ત્યારે સવારે સુમારે મંદિરમાં રહેતા તેમનાં કાકાએ ફોન કરીને કહેલ કે, એક વ્યક્તિ મંદિરમાં ચોરી કરીને નાસી જતો મે જોયો છે તેમ કહેતાં મુકેશભાઇએ મંદિર ખાતે જઇને ચેક કરતાં મંદિરની આજુબાજુમાં લગાવેલા કેમેરા ઉપરની બાજુએ કરી દેવાયા હતા તથા મંદિર પર લગાવવામાં આવેલ લોક તુટેલું પડ્યું હતું અને મંદિરમાં બધો સામાન વેરવિખેર પડેલો હતો. તસ્કર મંદિરમાંથી ઉપરોક્ત ચીજવસ્તુઓ મળી કુલે 38000ની મતા ચોરી કરી ગયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleCM ભૂપેન્દ્ર પટેલે બીજીવાર હોસ્પિટલે પહોંચી હીરા બાના ખબર પૂછ્યા
Next articleશિક્ષણ મંત્રીઓને શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વાકેફ કર્યા, ઓલ્ડ પેન્શન યોજનાના અંગે ચર્ચા કરી