Home દુનિયા - WORLD કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા અફરાંતફરી મચી, 10 થી વધુના મોત

કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા અફરાંતફરી મચી, 10 થી વધુના મોત

43
0

કંબોડિયાની એક હોટલમાં અચાનક ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હાલ અહીં અફરાંતફરી મચી ગઈ છે. હોટલમાં અચાનક લાગેલી આગને કારણે લોકો કંઈ સમજી શકે એ પહેલાં સ્થિતિ વણસી ગઈ હતી. હાલ આ ઘટનામાં 10 થી વધારે લોકોના મોત નિપજ્યાં હોવાની ખબર સામે આવી રહી છે. જ્યારે 30થી વધારે લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ કંબોડિયામાં એક હોટલમાં લાગેલી આગમાં 10 લોકોના મોત થયા છે. આ આગ કેસિનોમાં લાગી હતી જેમાં 30 લોકો ઘાયલ પણ થયા હતા. ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા. કંબોડિયામાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લગભગ 50 લોકો ફસાયેલા હોવાના અહેવાલ છે. કારણ કે આગ કેટલાંક કલાકો સુધી ભડકી રહી હતી.

ઘટનાસ્થળના ચોંકાવનારા ફૂટેજમાં લોકો આગથી બચવા માટે પાંચમા માળેથી કૂદીને નીચે જમીન પર પડતાં દેખાયા હતા. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર હાજર છે. આગને કારણે હોટલને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

હોટલમાં આગની આ ઘટના મધ્યરાત્રિની આસપાસ શરૂ થઈ હતી, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગના મોટા ભાગને લપેટમાં લીધો હતો. સ્થાનિક સમય અનુસાર સવારે 8:30 વાગ્યા સુધી (ભારતીય સમય મુજબ 1:30) કુલ 53 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે અનેક નાગરિકો સ્વયંસેવક તરીકે પણ જોડાયા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર મુજબ હોટલ અને કેસિનો કોમ્પ્લેક્સમાં લાગેલી આગ લગભગ છ કલાક સુધી બેકાબૂ રહી હતી. એક વીડિયો ક્લિપમાં છતનો મોટો હિસ્સો હજુ પણ સળગતો દેખાઈ રહ્યો છે. હોટલના અન્ય ભાગો બળી ગયેલા દેખાયા હતા. આગની ઘટના વચ્ચે કેસિનોના કર્મચારીઓ ભાગી છૂટ્યા હતા, બહાર હાજર લોકોએ તેમને નીચે ઉતારવામાં મદદ કરી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે- પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ
Next articleશામળાજી પોલીસે અણસોલ પાસેથી ટ્રકમાંથી દારૂ ઝડપ્યો, મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી