નખત્રાણાના મથલ અને કોટડા(જદોડર) વચ્ચેના ધોરીમાર્ગ પર સવારે અકસ્માતે એક ડંપર પલટી જતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. એટલું ઓછું હોય તેમ માતાના મઢ તરફથી આવતી મુસાફરો વિનાની એક ખાલી બસ અકસ્માત સ્થળ પાસેજ બંધ પડી ગઈ હતી. જેના કારણે અંદાજિત દોઢથી બે કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. બાદમાં હાજર લોકોએ ખોટવાયેલી બસને ધક્કા મારી માર્ગની બાજુમાં કરતા ટ્રાફિકમાં ફસાયેલા વાહનો ધીમી ગતિ સાથે આગળ વધી શક્યા હતા.
નખત્રાણા માતાના મઢ ધોરીમાર્ગ પરના મથલ-કોટડાજ વચ્ચેના ડબલ માર્ગે થયેલા માર્ગ અકસ્માત બાદ સર્જાયેલી ટ્રાફિકની સમસ્યા અંગે રવાપરના હરેશ ધોલીએ જણાવ્યું હતું કે સવાર અહીં અડધો કલાક સુધી વાહનો ટ્રાફિકમાં અટવાઇ પડ્યા હતા, જેના કારણે બે કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી.
બાદમાં અન્ય વાહન ચાલકો અને મુસાફરોએ માર્ગ વચ્ચે બંધ પડેલી બસને ધક્કા મારી બાજુ પર કરતા ટ્રાફિક હળવો થયો હતો. ટ્રાફિકમાં ખાનગી વાહનો સાથે એસટી બસો પણ અસર પામી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.