Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરમાં ધોળાકુવાનાં લિસ્ટેડ બુટલેગરનાં ઘરે દરોડો, 27 હજારનો દારૂ જપ્ત

ગાંધીનગરમાં ધોળાકુવાનાં લિસ્ટેડ બુટલેગરનાં ઘરે દરોડો, 27 હજારનો દારૂ જપ્ત

33
0

ગાંધીનગરમાં વર્ષ દરમ્યાન બેફામ વિદેશી દારૂનો વેપલો ચલાવતા ધોળાકુવાનાં લિસ્ટેડ બુટલેગર મૂકેશ ઠાકોરનાં ઘરે 2022નાં અંતમાં લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને 27 હજાર 315 ની કિંમતની અલગ બ્રાન્ડની દારૂની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રીઢો બુટલેગર પર અનેક પ્રોહીબીશનનાં ગુના દાખલ થયાં છતાં બેફામ રીતે વિદેશી દારૃનું નેટવર્ક ચલાવતો રહેતો હોય છે. ગાંધીનગરમાં ચાલતી વિદેશી દારૃનાં વેચાણની પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ રાતદિવસ દોડધામ કરતી રહેતી હોય છે. ઉપરાંત લિસ્ટેડ બુટલેગરોની હિલચાલ પર પણ નજર રાખતી રહે છે.

જો કે ધોળા કુવામાં ઠાકોર વાસમાં રહેતો લિસ્ટેડ બુટલેગર મૂકેશ ગણેશજી ઠાકોર આખા વર્ષ દરમ્યાન વિદેશી દારૂનો બેફામ રીતે વેપલો ચલાવતો આવ્યો છે. છતાં પોલીસને રીઢા બુટલેગરની ગેરકાયદેસર પ્રવૃતિઓની ગંધ સુદ્ધા આવી ન હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.બી. વાળાની ટીમને વર્ષ – 2022 નાં અંતમાં બાતમી મળી હતી કે, લિસ્ટેડ બુટલેગર મૂકેશ ઠાકોર ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેપાર કરી રહ્યો છે.

જેનાં પગલે એલસીબીની ટીમે ચાર રૂમ કિચન વાળા મૂકેશના ઘરમાં રેડ કરવામાં આવી હતી. જો કે કોઈ રીતે પોલીસ રેડની ગંધ આવી જતાં રીઢો બુટલેગર મૂકેશ રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં પોલીસે રેડની કાર્યવાહી શરૂ કરી એક રૂમમાંથી 27 હજાર 315 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 31 બોટલો શોધી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે રીઢો બુટલેગર મૂકેશ ઠાકોર ઘણાં સમયથી વિદેશી દારૃનું નેટવર્ક ચલાવતો આવ્યો છે.

ભૂતકાળમાં પોલીસે પણ ઘણીવાર તેનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. અને તેને લિસ્ટેડ બુટલેગરની યાદીમાં પણ મૂકવામાં આવ્યો છે. છતાં રીઢો બની ગયેલો મૂકેશ કાયદાનો ડર રાખ્યા વિના દારૂનો કારોબાર ચલાવતો રહેતો હોય છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણમાં જાહેરમાં અભિનય કરીને લોકોને ઓનલાઇન શોપીંગના કોઇપણ ઇસ્યુના ઉકેલ માટે લોકોને કરાયા જાગૃત
Next articleનખત્રાણાના મથલ પાસે પલટી ગયેલા ડંપર નજીક બસ પણ ખોટવાઈ, વાહનોની લાગી લાંબી કતાર