ગોંડલ જેતપુર રોડ પર ફરી પાછો અકસ્માત સર્જાયો છે. ગતરાત્રી ના પીરની આંબલી પાસે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના જોવા મળી હતી. જેમાં રીક્ષા ચાલક નશાની હાલતમાં જોવા મળ્યો હતો અને કારમાં પોલીસ લખેલી પ્લેટ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની બન્ને એર બેગ ખુલ્લી ગઈ હતી. રીક્ષા ચાલક ફૂલ સ્પીડમાં ચલવાતો હતો. કારની ઠોકર રિક્ષાને લાગતા રીક્ષા રોડ પરથી ફૂટપાથ સુધી પહોંચી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલકને ઇજા થતા સારવાર અર્થે ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો.
સમગ્ર ઘટનાની જાણ શહેર પોલીસને થતા પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી અકસ્માતના વાહનોને સાઈડમાં કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા એકઠાં થયા હતા. ગોંડલના જેતપુર રોડ કે સતત વાહનોની અવર જવરના કારણે ટ્રાફિકથી ધમધમતો રહે છે. ત્યારે રાત્રીના પીરની આંબલી પાસે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે10ટીડબ્લ્યુ – 4212 નંબરનો રીક્ષા ચાલક ચોરડી દરવાજા તરફથી જેલચોક તરફ જતો હતો અને જીજે03જેએલ 9606 નંબરની સ્વીફ્ટ કાર ચાલક જેલ ચોકથી ચોરડી દરવાજા તરફ જતા દરમિયાન પીરની આંબલી પાસે અકસ્માત સર્જાયો હતો.
રીક્ષા ચાલક અરવિંદ બટુકભાઈ ધરજીયા ઉ.વ.40 ને ઇજા થતાં ગોંડલ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સ્થળ પર ચર્ચાઓ થવા લાગી હતી કે, રીક્ષા ચાલકને અકસ્માત થયો એની પણ જાણ ન હતી અને નશાની હાલતમાં હતો. રીક્ષામાં સીએનજી ફિટિંગ હતું. સદનસીબે મોટી જાનહાનિ થવા પામી નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.