વેજલપુરના મંસુરપાર્કના નાકા પાસે આવેલ રોયલ અકબર રેસિડેન્સીના રોડ પર મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરનાર શખ્સને એસઓજી ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 2.26 લાખનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી પૂછપરછ હાથ ધરી છે. એસઓજી ક્રાઈમમાં ફરજ બજાવતા અનાર્મ એએસઆઈ અબ્દુલભાઈ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, આ દરમિયાન બાતમી મળી હતી કે, ફિરોજખાન પઠાણ નામના શખ્સ ગેરકાયદે એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યો છે અને પોતાના ટુવ્હિલર પર બેસીને વેજલપુર મન્સુરપાર્કના નાકે રોયલ અકબર રેસિડેન્સી સામે જાહેર રોડ પર ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે.
જેના આધારે એસઓજીની ટીમે તે જગ્યાએ વોચ ગોઠવીને ફિરોજખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની તપાસ કરતા 22.600 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જેની કિંમત રૂ.2.26 લાખ થતી હતી તે મળી આવતા એસઓજીની ટીમે ફિરોજખાન પઠાણના વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
બાદમાં આરોપી ફિરોજખાનની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવા માટે નઈમ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. જેથી એસઓજીની ટીમે નઈમના વિરુદ્ધમાં ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.