Home દુનિયા - WORLD દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર...

દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર : ચીનના વિદેશ મંત્રી

39
0

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહ્યુ હતુ કે, બેઇજિંગ દ્વિપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત કરવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે. બંને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં 2020થી વધારે તણાવ છે. 2022માં આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ચીનના વિદેશ સંબંધો પર એક સેમિનારને સંબોધતા ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘બંને દેશોએ રાજદ્વારી અને સૈન્ય સ્તરે સંપર્ક જાળવી રાખ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, ‘ચીન અને ભારતે રાજદ્વારી અને સૈન્ય સ્તરે સંપર્ક જાળવી રાખ્યો છે. બંને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.’ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના (CPC) સંમેલન દરમિયાન વાંગ યીને તાજેતરમાં ઉચ્ચ સત્તાવાળા રાજકીય બ્યુરોમાં બઢતી આપવામાં આવી હતી. તેમણે સેમિનારમાં કહ્યુ હતુ કે, ‘અમે ચીન-ભારત સંબંધોને સ્થિર અને મજબૂત કરવાની દિશામાં આગળ વધવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છીએ. ચીનના વિદેશમંત્રી વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ભારત-ચીન સરહદ વિવાદને ઉકેલવા માટે રચવામાં આવેલી સમિતિના વિશેષ પ્રતિનિધિઓ છે. આ મિકેનિઝમ વર્તમાન રાઉન્ડ ઓફ બોર્ડર સ્ટેન્ડ ઓફમાં નિષ્ક્રિય રહી છે. આ મડાગાંઠને ઉકેલવા માટે બંને દેશોએ અત્યાર સુધીમાં 17 રાઉન્ડની વાતચીત કરી છે. વાટાઘાટો પછી જાહેર કરવામાં આવેલી સંયુક્ત પ્રેસ રિલીઝ અનુસાર, ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 17મો રાઉન્ડ 20 ડિસેમ્બરે યોજાયો હતો. તેમાં બંને પક્ષો ગાઢ સંપર્ક જાળવવા અને સૈન્ય અને રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત ચાલુ રાખવા માટે સંમત થયા હતા. વાંગ યીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાન સાથેના ચીનના સંબંધોનો પણ ટૂંકમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘બંને દેશો એકબીજાને મજબૂતીથી સમર્થન આપવાનું ચાલુ રાખે છે, તમામ વ્યૂહાત્મક ભાગીદારીને જાળવી રાખે છે અને મિત્રતાને મજબૂત કરે છે.’ ચીન-અમેરિકાના સંબંધ પર વાંગ યીએ કહ્યુ હતુ કે, ‘અમે ચીન પ્રત્યે અમેરિકાની ખોટી નીતિને નિશ્ચિતપણે નકારી કાઢી છે અને બંને દેશોને એકબીજાની નજીક લાવવા માટે સાચો રસ્તો શોધી રહ્યા છીએ.’ ચીની વિદેશ મંત્રીએ કહ્યું, ‘અમેરિકા ચીનને તેના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે જોવાનું ચાલુ રાખે છે અને ચીનને ઘેરવામાં, દબાવવા અને ઉશ્કેરવામાં સામેલ છે. તેવામાં અમેરિકા અને ચીનના સંબંધ ગંભીર મુશ્કેલીભર્યા બની ગયા છે.’ તાઈવાનના મુદ્દે વાંગ યીએ કહ્યુ હતુ કે, ચીન અમેરિકાની દાદાગીરીથી ડરતું નથી. તેમણે કહ્યુ હતુ કે, ‘અમે કોઈપણ શક્તિશાળી દેશ અથવા તેની ગુંડાગીરીથી ડરી ગયા નથી અને અમે ચીનના મુખ્ય હિત અને રાષ્ટ્રીય ગૌરવની સુરક્ષા માટે નિશ્ચિતપણે કામ કર્યું છે.’ તેમણે યુક્રેન પર રશિયાના હુમલા છતાં ચીન-રશિયા સંબંધોના વિકાસ વિશે ખુલીને વાત કરી હતી. વાંગ યીએ કહ્યુ હતુ કે, ‘સારા પાડોશી દેશો તરીકે અમે રશિયા સાથે મિત્રતા અને સહકારને ગાઢ બનાવ્યો છે અને ચીન-રશિયા વચ્ચેના સંકલનની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ પરિપક્વ અને લચીલી બનાવી છે.’ તેમણે કહ્યુ હતુ કે, ‘છેલ્લા એક વર્ષમાં ચીન અને રશિયાએ પોતાના મુખ્ય હિતને જાળવી રાખવા માટે એકબીજાને મજબૂતીથી ટેકો આપ્યો છે અને આ સમય દરમિયાન અમારો પરસ્પર રાજકીય અને વ્યૂહાત્મક વિશ્વાસ વધુ મજબૂત થયો છે.’

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારે આ ખતરનાક હથિયારને ભારત સરહદ પર તૈનાત કરવા મંજૂરી આપી
Next articleICICI લોન ફ્રોડ કેસમાં વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી