Home ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લુણાવાડાના વિરણીયા ગામે દરોડો પાડ્યો, 55 લાખથી વધુનો...

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લુણાવાડાના વિરણીયા ગામે દરોડો પાડ્યો, 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

32
0

લુણાવાડાના વિરણીયા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાત્રિએ કુખ્યાત બુટલેગરના વિદેશી દારૂના ધમધમતા વ્યાપાર પર દરોડો પાડ્યો હતો. જેમાં તપાસ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ પણ ચોકી ઉઠ્યો હતો. ઓપરેશનમાં પીપ ખોલતા અંદરથી નોટોના બંડલે બંડલ મળી આવ્યાં હતા. તેમજ ખુલ્લા ખેતર, ઝાડી ઝાખરાઓ અને ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડની 1,277 વિદેશી દારૂની બોટલો મળી હતી. આ ઘટનામાં અંધારાનો લાભ લઈ બુટલેગર ફરાર થવામાં સફળ રહ્યો હતો. જોકે, સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગરની પત્ની અને નોકરની ધરપકડ કરી અને 53.43 લાખ રૂપિયાના બંડલો જપ્ત કર્યા હતા. જે બાદ રોકડ રકમ અંગેની ઇન્કમ ટેક્સને પણ જાણ કરવામાં આવી હતી.

લુણાવાડા પોલીસ સ્ટેશનથી અંદાજે 7 કિ.મી.ના અંતરે આવેલા વિરણીયા ખાતે વિદેશી દારૂનો ધમધમતો વ્યાપાર ચાલી રહ્યો હોવાની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે રાત્રે કુખ્યાત બુટલેગર વિક્રમસિંહ ચૌહાણના વિદેશી દારૂના વ્યાપાર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ખુલ્લા ખેતર, ઝાડી ઝાખરાઓ અને ઘરમાંથી અંદાજે 1.67 લાખ રૂપિયા કિંમતની અલગ-અલગ બ્રાન્ડની 1,277 વિદેશી દારૂની બોટલોનો જંગી જથ્થા મળી આવ્યો હતો.

આ ઓપરેશન દરમિયાન વિદેશી દારૂના વ્યાપારની ચિઠ્ઠીઓ સાથે 53.43 લાખ રૂપિયા રોકડા પીપમાં મુકેલા ઝડપાઇ જતા ખૂદ સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓ પણ ચોકી ગયા હતા. જોકે, સ્ટેટ મોનિટરિંગ સેલના આગમનની ખબરો સાથે બુટલેગર વિક્રમસિંહ ચૌહાણ રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, પરંતુ તેની પત્ની અને નોકર ખુમાનસિંહ ચૌહાણ સ્ટેટ મોનિટરીંગ ટીમના સપાટામાં ઝડપાઈ ગયા હતા. જે બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે તમામ મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી અને રોકડ રકમ બાબતે ઇન્કમ ટેક્સને પણ જાણ કરી હતી.

કુલ મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ 1277 નંગ, જેની કિંમત રૂપિયા 1,67,193 તેમજ આરોપીઓ પાસેથી અંગઝડતી, દારૂ વેચાણના રોકડ નાણાં રૂપિયા 8,380 જૂદા-જૂદા દરના ભારતીય ચલણી નાણાંના બંડલો રોકડ રૂપિયા 53,43,030, 02 નંગ મોબાઈલ જેની કિંમત 5,500 લાઈટ બિલ નંગ-01, વિદેશી દારૂના હિસાબની ચિઠ્ઠી નંગ 05, મળી કુલ કિંમત રૂપિયા 55,24,103 આ સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી હતી.

જેમાં રૂપિયા 53 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. આમ કુલ દારૂ સહિત કુલ 55 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અને રોકડ મોટી રકમ મળતા ઇન્કમ ટેક્સને પણ જાણ કરવામાં આવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field