Home ગુજરાત બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ઘટીને ૧૦ ડીગ્રીથી નીચે પોહ્ચ્યો

બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ઘટીને ૧૦ ડીગ્રીથી નીચે પોહ્ચ્યો

25
0

ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જોકે હજુ પણ આગામીમાં ‘કોલ્ડ વેવ’ની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે. ઉત્તરપૂર્વીય પવનો અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાની સીધી અસર ગુજરાત અને બનાસકાંઠામાં પણ થઈ રહી છે. ડીસામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં લઘુતતમ તાપમાન 10 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.

આ સીઝનમાં પ્રથમવાર તાપમાન નીચું ગયું છે. છેલ્લા બે દિવસમાં જ ‘કોલ્ડ વેવ’ના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.  અઠવાડિયા અગાઉ 14 થી 15 ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો 10 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. લોકો રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાની નોબત આવી છે.

રાત્રે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે આગામી સમયમાં હજુ પણ ‘કોલ્ડ વેવ’ની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસીંગણપોરમાં કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો
Next articleઅમદાવાદમાં પોલીસ સ્ટે.ના ઝાંપો બાળકો પર પડતાં એકનું મોત, જયારે એક ઈજાગ્રસ્ત થયું