ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખાના બ્રાન્ચ મેનેજર પશુપાલક પાસેથી પશુ નિભાવ લોનની અરજી પાસ કરવા રૂ.10,000ની લાંચ લેતા પાલનપુર એસીબીના હાથે ઝડપાયા છે. એસીબીની ટીમે મેનેજરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના આસેડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખા આવેલી છે. જેમાં ગામના એક પશુપાલકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પશુ નિભાવ લોન રૂપિયા દોઢ લાખ લેવા માટે અરજી કરી હતી. જે લોન પાસ કરવા માટે બેંક મેનેજરે રૂપિયા 10 હજારની લાંચની માગણી કરેલ હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરિયાદીએ પાલનપુર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીના બોર્ડર એકમ ભુજના મદદની નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ પાલનપુર એસીબીના પી.આઇ. એન.એ.ચૌધરીએ લાંચના છટકાનું આયોજન કરતા આસેડા ગામે બેંકની સાખાના મેનેજર જશવંત બી.દવે લાંચના છટકા દરમિયાન ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 10 હજાર સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયા હતા. જેથી એસીબીની ટીમે તેમની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.