Home દુનિયા - WORLD અમેરિકાને નોર્થ કોરિયાની ચેતવણી: યુદ્ધ માટે ઉશ્કેરશો તો પરમાણુ હુમલા માટે તૈયાર...

અમેરિકાને નોર્થ કોરિયાની ચેતવણી: યુદ્ધ માટે ઉશ્કેરશો તો પરમાણુ હુમલા માટે તૈયાર રહે અમેરિકા

372
0

જી.એન.એસ, તા.૧૨ સિઓલ
ઉત્તર કોરિયાએ અમેરિકાને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, અમેરિકાએ અમારા વિસ્તારમાં જંગી યુદ્ધજહાજો મોકલવાનો ખોટો નિર્ણય કર્યો છે. તેનાથી બંને દેશ વચ્ચે તંગદિલી વધી શકે છે. તેથી હવે અમેરિકા યુદ્ધ માટે તૈયાર રહે તેવી ઉત્તર કોરિયાએ ચેતવણી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગત નવમી એપ્રિલે ઉત્તર કોરિયા માટે કાર્લ વિન્સન સ્ટ્રાઈક ગ્રૂપને રવાના કર્યું હતું અને એ રીતે અમેરિકાએ ઉત્તર કોરિયામાં ઘૂસણખોરી કરી હતી ત્યારે આ અંગે ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, જો અમેરિકા યુદ્ધ કરવા ઈચ્છતું હશે તો ઉત્તર કોરિયા પણ જંગ માટે તૈયાર છે.
સીરિયા પર હુમલો કર્યા બાદ તરત જ ટ્રમ્પ સરકારે ઉત્તર કોરિયાના પેનિનસુલામાં જંગી જહાજ મોકલવાનો નિર્ણય કિમ જોંગ સરકાર માટે ચેતવણી સમાન માનવામાં આવે છે. દરમિયાન અમેરિકાએ એમ પણ જણાવ્યું હતું કે જો ચીન તેને સાથ નહિ આપે તો તે એકલા હાથે ઉત્તર કોરિયા સામે પગલાં લેશે તેમજ પ્યોંગયાંગ માટે અમેરિકા અન્ય વિકલ્પો અંગે પણ વિચારણા કરી શકે છે.
ઉત્તર કોરિયા તેના દેશના સ્થાપક નેતાની 105મી જયંતી મનાવી રહ્યું છે ત્યારે ઉત્તર કોરિયા વધુ એકવાર પરમાણુ પરિક્ષણ કરે તેવી શક્યતા છે. અત્યાર સુધી ઉત્તર કોરિયા પાંચ વખત પરમાણુ પરિક્ષણ કરી ચૂક્યું છે.
ગત વર્ષે ઉત્તર કોરિયાએ હાઈડ્રોજન બોંબ સહિત બે પરિક્ષણ કર્યાં હતાં. સાથોસાથ તે અનેક વખત બેલેસ્ટિક મિસાઈલોનું પરિક્ષણ કરી ચૂક્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ અમેરિકા સુધી હુમલો થઈ શકે તેવી ન્યુકિલયર વોરહેડ લઈ જવાની ક્ષમતાવાળી લાંબા અંતરની મિસાઈલ પણ વિકસાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું, દોઢ વર્ષમાં નાબૂદ કરીશું ‘તીન તલાક’ પણ સરકાર ન કરે દખલ
Next articleસુરતઃ કાપલી ચેકિંગ માટે પ્રોફેસરે સ્ટુડન્ટના પેન્ટમાં નાખ્યો હાથ, હોબાળો