Home ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાત પોલીસની વધુ એક ગૌરવ સિદ્ધિ

ગુજરાત પોલીસની વધુ એક ગૌરવ સિદ્ધિ

64
0

ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કેબિનેટ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એવોર્ડ અર્પણ કર્યો

ગુજરાત પોલીસ દળના VISWAS પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડનું ગૌરવ સન્માન મળ્યું છે . જમ્મુ ખાતે યોજાયેલી રપમી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસ દળને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ ર૦ર૧-રર અન્વયે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસની ગૌરવગાથામાં આ વધુ એક સિદ્ધિ મેળવવા માટે પોલીસતંત્રની કર્તવ્યનિષ્ઠા તથા ફરજપરસ્તીને અભિનંદન પાઠવી બિરદાવી હતી અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, VISWAS Project અંતર્ગત ૩૪-જિલ્લાના મુખ્ય મથકો, ૬-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ ૪૧-શહેરોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ ૭,૦૦૦+ CCTV કેમેરા લગાવી, સંબંધિત જિલ્લાના “નેત્રમ” (District Level Command & Control Centre) સાથે point to point connectivity થી જોડવામાં આવ્યા છે અને તમામ જિલ્લાઓના ‘નેત્રમ’ ને ગાંધીનગર સ્થિત Trinetra સાથે integrate કરવામાં આવેલ છે.

ઉપરાંત ૬૮૪-પોલીસ સ્ટેશનો ખાતે સ્થાપિત કરેલ ૧૦,૦૦૦-બોડી વોર્ન કેમેરા અને ૧૫-ડ્રોન બેઇઝ્ડ કેમેરા સિસ્ટમને પણ ત્રિનેત્ર સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવેલા છે . એટલું જ નહિ, ત્રિનેત્ર ખાતે સી.સી.ટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાની લાઇવ વિડીયોફીડ જોઇ શકાય છે . ત્રિનેત્ર ખાતે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન, રેડ લાઇટ વાયોલેશન ડિટેકશન, ઇલ લીગલ પાર્કીંગ ડિટેકશન, રોંગ વે ડિટેકશન, ક્રાઉડ ડિટેકશન, પીપલ કાઉન્ટીંગ, કેમેરા ટેમ્પરીંગ વગેરે પ્રસ્થાપિત કરવામાં આવેલા છે.

ત્રિનેત્ર અને ૩૪ નેત્રમ ખાતે ર૬૬ સિનિયર અને જુનિયર ઇજનેરો તથા તાલીમ મેળવેલા પોલીસ અધિકારીઓને તૈનાત કરી તેમને વિવિધ કામગીરી માટે SOP આપવામાં આવેલી છે. ત્રિનેત્ર ને આ અગાઉ ૨૦૨૨માં પોલીસ એન્ડ સેફ્ટી કેટેગરીમાં સ્કોચ ગોલ્ડ એવોર્ડ, ર૦ર૧માં પ્રોજેક્ટ ઓફ ધ ઇયર કેટેગરીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ યુ.એસ.એ નો રનર અપ એવોર્ડ તેમજ ર૦ર૧માં જ સેઇફ સિટી કેટેગરીનો સ્માર્ટ સિટીઝ ઇન્ડીયા એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ ઉપરાંત ર૦ર૦માં ડિઝીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ કેટેગરીમાં ગર્વનન્સ નાઉ ઇન્ડીયા પોલીસ એવોર્ડ અને ર૦૧૯માં સ્કોચ ગોલ્ડ એવોર્ડ પણ ગુજરાત પોલીસને ત્રિનેત્ર માટે મળેલા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ
Next articleપ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધિ