અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ સામે સાંજે AMTS બસનો અકસ્માત સર્જાયો હતો. આસ્ટોડિયા સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી AMTSબસ બીઆરટીએસ લેનની રેલિંગ તોડી અને પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે બસની આગળ રેલિંગ હોવાથી બસ રોકાઈ ગઈ હતી. જો બસ પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હોત તો મોટી જાનહાની સર્જાઈ હોત. અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. AMTSબસનો અકસ્માત પેટ્રોલ પંપમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ શહેરના દાણાપીઠ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે સાંજે એએમટીએસની રૂટ નંબર 14ની બસ આઆસ્ટોડિયા સર્કલ તરફથી ઝડપે આવી હતી અને અચાનક જ બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડી ડાબી તરફના રોડ પર જતી રહી હતી અને સીધા પેટ્રોલ પંપ સુધી પહોંચી ગઈ હતી.
જોકે, બસની આગળના ભાગે રેલીગના ટુકડા આવી ગયા હતા જેથી બસ રોકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ જો બસની સ્પીડ હજી થોડી વધારે હોત અને રેલિંગના ટુકડા આગળ ન આવ્યા હોત તો બસ સીધી પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ હોત અને મોટી જાનહાની સર્જાઈ હોત. AMTS બસ અકસ્માત પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થઈ ગયો છે. જેમાં બસનો ડ્રાઇવર પૂરપાટ ઝડપે બસ ચલાવતો દેખાય છે અને બસ રેલિંગ તોડી સીધી પેટ્રોલ પંપ તરફ આવતી દેખાઈ રહી છે.
બસની આગળના રેલિંગના ટુકડાના કારણે બસ રોકાઈ ગઈ હતી. તેમજ બસનો અકસ્માત થયો ત્યારે આગળ એક રીક્ષા જતી હતી. જોકે, સદનસીબે રીક્ષા ચાલકોનો તેમાં બચાવ થયો છે. AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડએ જણાવ્યું હતું કે, સાંજે જે અકસ્માત સર્જાયો તેમાં સામેથી BRTS ટ્રેકમાં બાઈક ચાલક આવ્યો હતો અને તેને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. જોકે, આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.