Home દુનિયા - WORLD 19 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે ‘બિકિની કિલર’ ચાર્લ્સ શોભરાજ, નેપાળમાં હતો...

19 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે ‘બિકિની કિલર’ ચાર્લ્સ શોભરાજ, નેપાળમાં હતો બંધ

41
0

નેપાળની સુપ્રીમ કોર્ટે ફ્રેન્સ સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને છોડવાનો આદેશ આપ્યો છે. શોભરાજને ઉમરના આધાર પર છોડવામાં આવ્યો છે. તે હત્યાના આરોપમાં 2003થી નેપાળી જેલમાં બંધ છે. કોર્ટે તેની મુક્તિના 15 દિવસમાં તેને દેશનિકાલ કરવાનો આદેશ પણ આપ્યો છે. ગુનાઓની દુનિયામાં ‘બિકિની કિલર’ અને સીનિયર કિલરના નામથી જાણીતા શોભરાજ પર ભારત, થાઈલેન્ડ, તુર્કી અને ઈરાનમાં 20થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ છે. ભારતીય પિતા અને વિયતનામી માતાનું સંતાન શોભરાજ પર 1975માં નેપાળમાં પ્રવેશ કરવા માટે એક નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવા અને બે પર્યટકો- અમેરિકી નાગરિક કોની જો બોરોનઝિચ અને તેની પ્રેમિકા કેનેડાની લોરેન્ટ કૈરિએરની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો.

1 સપ્ટેમ્બર 2003ના એક સમાચાર પત્ર દ્વારા તેની તસવીર પ્રકાશિત કર્યા બાદ શોભરાજને નેપાળમાં એક કસિનો બહાર જોવા મળ્યો હતો. તેની ધરપકડ બાદ પોલીસે તેની વિરુદ્ધ 1975માં કાઠમાંડુ અને ભક્તપુરમાં દંપતિની હત્યાના આરોપમાં હત્યાના બે અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા. તે કાઠમાંડુની સેન્ટ્રલ જેલમાં 21 વર્ષની સજા કાપી રહ્યો છે. તેને અમેરિકી નાગરિકની હત્યા માટે 20 વર્ષની અને નકલી પાસપોર્ટનો ઉપયોગ કરવા માટે એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કેમ ચાર્લ્સ શોભરાજને કહેવામાં આવતો બિકિની કિલર? તે જાણો… ચાર્લ્સ શોભરાજને ગુનાઓની દુનિયામાં બિકિની કિલર અને સર્પેંટના રૂપમાં પણ ઓળખવામાં આવતો હતો. શોભરાજ 1970ના દાયકાથી સક્રિય હતો. માનવામાં આવે છે કે તેણે દક્ષિણ પૂર્વ એશિયામાં ઓછામાં ઓછા 12 લોકોની હત્યા કરી.

1994માં વિયતનામમાં જન્મેલા શોભરાજના પિતા ભારતીય અને માતા વિયતનામી હતી. તે નાની ઉંમરમાં ફ્રાન્સ જતો રહ્યો અને નાની-નાની ચોરી તથા અન્ય ગુનાઓમાં સામેલ રહ્યો. 1970ના દાયકામાં શોભરાજે દક્ષિણ પૂર્વ એશિયાની યાત્રા કરી, જ્યાં ગુનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. શોભરાજે થાઈલેન્ડ, ભારત અને નેપાળના પર્યટકોને નિશાન બનાવ્યા હતા. તે પહેલા દોસ્તી કરતો, પછી ડ્રગ્સ આપતો અને તેના સામાનની ચોરી કરતો હતો. કેટલાક કેસમાં લોકોની હત્યા પણ કરી હતી. શોભરાજને મીડિયા અને પોલીસ વચ્ચે બિકિની કિલરના રૂપમાં ઓળખવામાં આવતો હતો, કારણ કે તેનો શિકાર સામાન્ય રીતે રજાઓ પર આવનાર પર્યટક યુવતીઓ- રહેતી જે બિકિની પહેરતી હતી. તે બિકિની પહેરતી યુવતીઓની હત્યા કરતો હતો તેથી તેને બિકિની કિલરનું ઉપનામ મળ્યું હતું. તે ખુબ ચાલાક હતો અને યુવતીઓને ફસાવી લેતો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફીફા વિશ્વકપમાં જીતની ઉજવણી બાદ આર્જેન્ટીનામાં 129 ટકા વધ્યા કોરોના કેસ
Next articleબ્રિટનમાં સ્કારલેટ તાવના ૩૦ હજારથી વધુ કેસ સામે આવ્યા, 16 બાળકોના થયા મોત