રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૦૬૭.૨૪ સામે ૬૧૨૫૭.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૬૩૭.૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૭.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૧.૦૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૮૨૬.૨૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૭૫.૯૦ સામે ૧૮૩૨૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૧૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૭૦.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં કોરોનાએ પુનઃ માથું ઉંચકતા વિશ્વમાં આર્થિક કટોકટી ઉદભવવા સાથે મંદીના એંધાણ પ્રબળ બનતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે કોરોના પ્રસરતા ભારતમાં પણ પ્રસરવાના ભય સાથે પુનઃ આર્થિક ગતિવિધીઓ ખોરવાઈ જવાના ભય પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે બીએસઇ સેન્સેક્સ ૬૧૦૦૦ની સપાટી ગુમાવી દઈને ૨૪૧ પોઇન્ટ અને નિફટી ફ્યુચર ૧૦૫ પોઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. સ્થાનિક સ્તરે પણ ફંડોની શેરોમાં સાર્વત્રિક પેનિક સેલીંગ કરતાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો હતો.
કોવિડની નવી લહેર ભારતમાં ન ફેલાય એ માટે તકેદારીના અગમચેતીના પગલાં લેવાની ભારત સરકારે શરૂઆત કરી દીધા છતાં ચિંતાને લઈ ફરી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની અને ઉદ્યોગો ઠપ્પ થઈ જવાની ભીતિ સાથે લોન ડિફોલ્ટનું જોખમ વધવાના અંદાજોએ બેંકોની હાલત કફોડી બનવાના અંદાજો વચ્ચે આજે ફંડોએ બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં વેચવાલી કરી હતી. આ સાથે ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, મેટલ, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી અને ઓટો શેરોમાં પણ વેચવાલી જોવા હતી. અલબત ટેકનોલોજી શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજીત રૂ.૫ લાખ કરોડનું ધોવાણ હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક્નોલોજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૯૨ અને વધનારની સંખ્યા ૭૬૫ રહી હતી, ૯૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રેટિંગ એજન્સી ફિચે સ્ટેબલ આઉટલુક સાથે ‘બીબીબી’ પર ભારતનું સોવરિન રેટિંગ જાળવી રાખ્યું છે. ભારતના આર્થિક વિકાસના મજબૂત દ્રષ્ટિકોણ અને સ્થિતિસ્થાપક બાહ્ય નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને રેટિંગ આપવામાં આવ્યું છે. ફિચ રેટિંગ્સે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતનો મધ્યમ ગાળાનો વૃદ્ધિનો અંદાજ રેટિંગને ટેકો આપતું મુખ્ય પરિબળ છે. કંપનીઓ અને બેંકોની બેલેન્સ શીટમાં સુધારો થવાથી આગામી વર્ષોમાં રોકાણને વેગ મળશે. કોરોના મહામારીએ શરૂઆતમાં દબાણ અને હવે તેમને મજબૂત બનાવ્યા છે.
જોકે ફિચે જણાવ્યું કે લેબર ફોર્સની ભાગીદારી, ગ્રામીણ રિકવરીની ધીમી ગતિ અને અસમાન સુધારા અમલીકરણ જેવા પરિબળોથી જોખમ ઉભું થઈ રહ્યું છે. ફિચ રેટિંગ્સે બીબીબી પર ભારતનું રેટિંગ જાળવી રાખ્યું છે અને આઉટલુક પણ સ્ટેબલ પર યથાવત છે. માર્ચ ૨૦૨૩માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલેકે આર્થિક વૃદ્ધિ દર ૭% આસપાસ રહેવાનો અંદાજ ફિચે મુક્યો છે. જોકે નિકાસમાં ઘટાડો, વધતી અનિશ્ચિતતા અને વ્યાજ દરોને કારણે વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક બજારની અસમંજસ સ્થિતિને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વૃદ્ધિ દર ધીમો પડીને ૬.૨% થઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.