આ સમયે વિશ્વમાં આ સમયે 5 કોરોના વેરિએન્ટ ચિંતાનું કારણ બનેલા છે. તેમાં સામેલ છે- આલ્ફા, બીટા, ડેલ્ટા, ગામા અને ઓમીક્રોન. આ સિવાય 2 વેરિએન્ટ ઓફ ઇન્ટરસ્ટ મળ્યા છે- લામ્બડા (lambda) અને MU પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં 7 વેરિએન્ટના હજારો જીનોમ આશરે 91 હજાર 315 અને તેના 409 લીનિએજ ભારતમાં જોવા મળ્યા છે. હાલ જે BF 7 વેરિએન્ટને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે ચીનમાં તબાહીનું કારણ બની રહ્યો છે તે પણ ઓમિક્રોનનો વેરિએન્ટ છે. આ વેરિએન્ટ ઓક્ટોબર 2022થી ભારતમાં પણ છે. ભારતમાં આ સમયે સૌથી વધુ કોવિડ કેસ ઓમિક્રોન્ટ વેરિએન્ટના છે.
ભારતમાં કોરોના વેરિએન્ટનું જીનોમ સિક્વેન્સિંગ કરનારી ટીમ સીએસઆઈઆરના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક ડો. રાજેશ પાંડે પ્રમાણે જો ભારતની મોટી વસ્તી વેક્સીનેડેટ ન હોત તો ઓમિક્રોનનો આ વેરિએન્ટ બીએફ 7 ખતરનાક સાબિત થાત, પરંતુ હવે ખતરો એટલો મોટો નથી. ડો. પાંડેનું કહેવું છે કે ચીનમાં વેક્સીનેશનનું સ્ટાન્ડર્ડ ભારતના મુકાબલે ખુબ ઓછુ છે. ભારતીય વેક્સીન ખુબ અસરકારક છે અને તે BF 7 વિરુદ્ધ અસરકારક સાબિત થઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના વડોદરામાં કોરોનાના BF.7 વેરિએન્ટનો કેસ સામે આવ્યો હતો. 61 વર્ષીય મહિલામાં BF.7 વેરિએન્ટ જોવા મળ્યો હતો. કોરોનાનો વેરિએન્ટ મળ્યા બાદ મહિલા ઘરમાં આઇસોલેટ હતી. ફાઇઝરની રસી લગાવ્યા છતાં મહિલા બીએફ 7થી સંક્રમિત થઈ હતી. આ મહિલા 11 નવેમ્બરે અમેરિકાથી વડોદરા આવી હતી. મહિલાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.