સુરતમાં શાખરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ સામે આવ્યો છે. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ગુજરાતમાં ફિલ્મ રીલીઝ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં મધ્યપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ પઠાણ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બેશરમ રંગ ગીતમાં ભગવા રંગ પરની અભદ્ર તેમજ અશ્લીલ ટીપ્પણીથી હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
તેમજ આવી ફિલ્મો બનાવનાર પ્રોડ્યુસર, નિર્દેશકો અને કલાકારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જો સુરતમાં ફિલ્મ રિલીઝ થશે તો થિયેટરો પણ હિન્દુ સમાજનો રોષનો ભોગ બનશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નીલેશ અકબરીએ જણાવ્યું હતું કે, પઠાણ ફિલ્મના વિરોધમાં સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું છે.
જેમાં મધ્યપ્રદેશમાં જે રીતે ફિલ્મ પ્રસારિત કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તે જ પ્રકારે ગુજરાતમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ લાગે તે માંગ કરવામાં આવી છે. પઠાણ ફિલ્મમાં બેશરમ રંગ ગીતમાં જે પ્રકારે ભગવા રંગ બતાવી હિંદુ ધર્મની લાગણી દુભાઈ છે, તે માટે આ માંગ કરવામાં આવી છે. આ પ્રકારના ગીતો અને ફિલ્મ બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.