થરાદ પોલીસે ખોડા પોલીસ ચેકપોસ્ટ ખાતેથી એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં થરાદ પોલીસે કુલ 9420 જેટલી દારૂની બોટલો જેની કિંમત 9 લાખ 96 હજારથી વધુનો દારૂ કબ્જે કરી બે ઈસમો ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક , તેમજ અક્ષયરાજ , પોલીસ અધિક્ષક જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા એસ.એમ.વારોતરીયા,નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ ,એચ.ડી.વાઢેર , ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર થરાદ પોલીસ સ્ટેશન ની રાહબરી માર્ગદર્શન હેઠળ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટૂક કન્ટેનર ગાડી નંબર એચઆર – 47 – ઈ – 5601 માંથી ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ કુલ પેટી નંગ -302 જેની કુલ બોટલ નંગ 9420 જેની કુલ કિંમત 9 લાખ 96 હાજર 604 નો પ્રોહીનો મુદ્દામાલ તથા ટ્રક કન્ટેનર ગાડીની સહીત કુલ મુદ્દામાલ કબજે કરી જે પકડાયેલ ગાડીમાં દારૂ સિવાય બીજો કોઈ મુદ્દામાલ ભરેલ ન હોવા છતાં દ્રાઇવર પોતાની સાથે ખોટા બિલ્ટીના કાગળો બનાવી સાથે રાખેલ જેથી પકડાયેલ ગાડીના ચાલક ઈસમ પંકજ રાજેન્દ્ર શર્મા રહે.બાડયા બામનાન પુલીસ થાના-આઝાદનગર તા.જિ.હિસાર હરીયાણા વાળા તેમજ આનંદ અઝમેર નાગીલ જાટ રહે.અરીતાલ પુલીસ થાના-આઝાદનગર તા.જિ.હિસાર હરીયાણાવાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ તથા ઈન્ડીયન પીનલ કોડની કલમો મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.