Home ગુજરાત સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજ સુરત કલેક્ટરને આવેદનપત્ર...

સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

34
0

દેશમાં માત્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પવિત્ર ધાર્મિક સ્થળની પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવતાની સાથે જૈન સમાજ તેનો વિરોધ નોંધાવી રહ્યો છે. આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. જૈન સમાજના અલગ-અલગ રાજ્યોની અંદર સ્થળો આવેલા છે, જે પૈકી ઝારખંડ ખાતે આવેલુ સમ્મેત શિખર જૈન ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર છે. તીર્થ સ્થાન તરીકે આ સ્થળને જૈનો દ્વારા પૂજવામાં આવે છે. અહીં મોટાભાગે લોકો પદયાત્રા કરવા માટે આવતા હોય છે.

અહી તીર્થ સ્થળ ઉપર માત્ર જૈન જ નહીં, પરંતુ, દેશના અન્ય ધર્મના લોકો પણ આવતા હોય છે. ખૂબ સારી જગ્યા હોવાને કારણે સરકાર દ્વારા તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે, જેને લઈને હવે આ પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જૈન સમાજ દ્વારા તીર્થસ્થળને આ રીતે જાહેર પર્યટન સ્થળ તરીકેની યોજના અંતર્ગત સરકારે જાહેર કરતાની સાથે જ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જૈન સમાજ માટે સમ્મેત શિખર દેશનું સર્વ શ્રેષ્ઠ તીર્થ સ્થળ પૈકીનું એક છે. આને જો આ રીતે પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો સ્વાભાવિક રીતે બીજી અન્ય મુશ્કેલીઓ પણ તેમના માટે ઊભી થઈ શકે એવી તેમની લાગણી છે. જેથી તેઓ વિરોધ કરી રહ્યા છે. મહેન્દ્ર જૈને જણાવ્યું કે, સમગ્ર જૈન સમાજમાં આ લાગણી દેખાઈ રહી છે. લાખોની સંખ્યામાં કોર્ટમાં પિટિશન પણ અમે કરવા જઈ રહ્યા છે.

સમગ્ર જૈન સમાજ દ્વારા દેશભરની અંદર અલગ-અલગ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સરકારે આ પ્રકારે અમારા તીર્થસ્થળને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજની લાગણી દુભાઈ છે. આ નિર્ણયને તાત્કાલિક સરકારે પરત ખેંચવો જોઈએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાવળાના કોચરીયામાં મહેમાન તરીકે રોકાયેલા વ્યક્તિઓએ ભણતી તરૂણીને સંમતી વગર ફોસલાવીને અપહરણ કરી લઈ ગયા
Next articleથરાદ પોલીસે ખોડા પોલીસ ચેકપોસ્ટ પરથી કન્ટેનરમાંથી દારૂની 9420 બોટલ મળઈ આવી, બે શખ્સોની અટકાયત