પાલનપુર તાલુકાના જગાણા ગામે ઘર આગળ પાર્ક કરેલી ઈકો કારમાં અજાણ્યા શખ્સે રાત્રે આગ ચાંપી હતી. આ સમગ્ર ઘટના ઘર આગળ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જોકે, આગ લગાવનાર શખ્સની ઓળખ ન થતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના જગાણા ગામે રહેતા નરેન્દ્રભાઈ મોહનભાઈ ચૌહાણ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ રાત્રે પરિવારના સભ્યો સાથે ઓસરીના ભાગે સૂતા હતા.
તેમનો પુત્ર મધુસુદન અને પત્ની જમનાબેન ઘરમાં સુતા હતા. રાત્રિના ઘર આગળ પાર્ક કરેલી તેમની ઇકો કાર (નં જીજે-08-સીજી-0237)માં આગ લાગી હતી. પરિવારજનોએ મોટર ચાલુ કરી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાબુમાં ન આવતા ફાયર અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ફાયવ વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
દરમિયાન સવારે ઘરની આગળ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા એક એક અજાણ્યો શખ્સ ઘરના ગેટની અંદર આવતો જણાયો હતો. જેના ડાબા હાથમાં સફેદ કલરનો કેરબો હતો. જે ઈકોગાડી તરફ જઈ ગાડીનો દરવાજો ખોલી અંદર જ્વલનશીલ પ્રવાહી છાંટી ગાડીને દિવાસળીથી સળગાવતો જણાયો હતો અને ગાડી સળગ્યા પછી તુરંત ત્યાંથી નાસીને ગેટ બહાર જતો જણાયો હતો.
જોકે, પરિવારે આ શખ્સને ન ઓળખતા નરેન્દ્રભાઈ ચૌહાણે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.