Home દુનિયા - WORLD ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત

52
0

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ સોમવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. પિચાઇએ પ્રધાનમંત્રી મોદી સાથે પોતાની આ મુલાકાતની જાણકારી ટ્વીટ કરતાં આપી. પિચાઇએ પ્રધાનમંત્રી મોદીની સાથે ફોટો શેર કરતાં લખ્યું કે આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તમને જણાવી દઇએ કે ગૂગલના સીઇઓ ભારતમાં ગૂગલની સૌથી મોટી ઇવેન્ટ ગૂગલ ફોર ઇન્ડીયાની 8મી એડિશનમાં સામેલ થવામ આટે ભારત આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત બાદ પિચાઇએ ટ્વીટ કરતાં ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે આજની શાનદાર મુલાકાત માટે ધન્યવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તમારા નેતૃત્વમાં ટેક્નિકલ પરિવર્તનની તેજ ગતિ જોઇને પ્રેરણા મળે છે. આપણી મજબૂતી ભાગીદારીને ચાલુ રાખવા અને તમામ માટે કામ કરનાર એક ખુલ્લા, કનેક્ટેડ ઇન્ટરનેટને આગળ વધારવા માટે ભારતની G20 અધ્યક્ષતાનું સમર્થન કરવા માટે અમે તત્પર છે.’ ગૂગલ ફોર ઇન્ડીયાની 8મી એડિશનમાં સામેલ થવા માટે ભારત આવેલા સુંદર પિચાઇએ સૂચના અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ભારતમાં એઆઇ અને એઆઇ આધારિત સોલ્યૂશનને લઇને ચર્ચા થઇ. પિચાઇએ આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે કંઇક એવું બનાવવું સરળ છે જે આખા દેશમાં ફેલાયેલ હોય અને એટલા માટે અવસર છે જે ભારત પાસે છે. સ્ટાર્ટઅપ માટે દરેકપળ સુંદર ક્ષણ છે, ભલે આપણે અત્યારે માઇક્રો ઇકોનોમિક સ્થિતિના માધ્યમથી કામ કરીરહ્યા છે. દિલ્હીન પ્રગતિ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં સુંદર પિચાઇએ કહ્યું કે ગૂગલ ભારત સાથે વેપાર કરી રહેલા સ્ટાર્ટઅપ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ નવી કંપનીઓ માટે ચિન્હિત 30 કરોડ ડોલરમાંથી એક-ચતૃથાંશ રકમ મહિલાઓના નેતૃત્વવાળા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં આવશે. પિચાઇએ કહ્યું કે ટેક્નોલોજી મોટાપાયે કામ કરી રહી છે અને દુનિયાભરના લોકોની જીંદગી પર અસર પાડી રહી છે. એવામાં જવાદાર તથા સંતુલિત નિયમ બનાવવાની માંગ ઉદભવી રહી છે. તેમણે કહ્યું કે તેની (ભારત) પાસે જે ટેક્નોલોજી હશે, તેને જોતાં આ સુનિશ્વિત કરવું મહત્વપૂર્ણ છે કે તમે લોકો માટે સુરક્ષા ઉપાય કરો. સંતુલન સાધો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNDAને ત્રીજીવાર સત્તામાં લાવવા માટે BJPનો છે આ નવો ફોર્મ્યુલા?!..
Next articleકર્ણાટકમાં શિક્ષકે ચોથા ધોરણના બાળકને ફટકારીને મારી નાખ્યો, માતા પર પણ કર્યો હુમલો