Home દેશ - NATIONAL રાહુલ ગાંધીના નિવેદન પર જે પી નડ્ડા બાદ કેન્દ્રીય કાયદામંત્રીએ પણ કર્યો...

રાહુલ ગાંધીના નિવેદન પર જે પી નડ્ડા બાદ કેન્દ્રીય કાયદામંત્રીએ પણ કર્યો પલટવાર

54
0

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ કે, રાહુલ ગાંધી ન માત્ર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત સરકાર સુતી છે અને ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે કેન્દ્રીય મંત્રી રિજિજૂએ તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્રનો પ્રવાસ કર્યો, જ્યાં ચીની અને ભારતીય સૈનિકોનું ઘર્ષણ થયું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અરૂણાચલના તવાંગમાં યાંગ્ત્સે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ચીની સૈનિક અને ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ચીને પછળાટ ખાવી પડી હતી. ભારતીય સેનાએ ચીની સેનાને વળતો જવાબ આપ્યો હતો. રિજિજૂએ કહ્યુ- રાહુલ ગાંધી ન માત્ર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. તે ન માત્ર કોંગ્રેસ પાર્ટી માટે એક સમસ્યા છે, પરંતુ દેશ માટે એક મોટી અકળામણ બની ગયા છે.

આ સાથે તેમણે ટ્વીટ કર્યું- ભારતીય સેનાના બહાદુર જવાનોની પર્યાપ્ત તૈનાતીને કારણે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્ર હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કિરણ રિજિજૂએ કહ્યુ કે યાંગ્ત્સેની નીચે સ્થિત એક અદ્ભુત નજારો છે. તેને ચુમી ગ્યાત્સેના નામથી ઓળખવામાં આવે છે, જ્યાં 108 પવિત્ર પાણીના ઝરણા છે, જે ઉંચા પહાડો વચ્ચેથી નિકળે છે. તેમણે કહ્યું કે, તેને ગુરૂ પદ્મસંભવના આશીર્વાદ માનવામાં આવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પલટવાર કર્યો
Next articleપ્રધાનમંત્રી મોદી પર બિલાવલના નિવેદનથી સૂફી કાઉન્સિલના અધ્યક્ષ ભડક્યા