Home મધ્ય ગુજરાત અમદાવાદ એક યુવકે ‘તું મારી નહીં તો કોઈની નહિ હું તને જાનથી મારી...

એક યુવકે ‘તું મારી નહીં તો કોઈની નહિ હું તને જાનથી મારી નાખીશ’ યુવતીને ધમકી આપી, યુવક યુવતીના માતાપિતાને પણ કરતો હતો મેસેજ, આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી

38
0

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી અગાઉ જ્યાં નોકરી કરતી હતી તે કંપનીના માલિક સાથે સબંધ હતો જે દોઢ મહિનાથી યુવતીએ પૂરો કરી દીધો હતો.દોઢ મહિનાથી યુવકે યુવતીનો પીછો કરવાનો શરૂ કર્યો હતો. મોકો મળતા યુવતીનો હાથ પકડી લીધો હતો ને કહ્યું કે તું મારી નહીં તો કોઈની નહિ હું તને જાનથી મારી નાખીશ.આ ઉપરાંત યુવક યુવતીના માતાપિતાને મેસેજ કરતો હતો. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 22 વર્ષની યુવતી અઢી વર્ષ અગાઉ શાહીબાગ ખાતેની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.

કંપનીના માલિક નિકેશ સોલંકી સાથે યુવતી શરૂઆતમાં કામકાજ માટે વાત કરતી હતી ત્યારબાદ પરિચયમાં આવ્યા ત્યારે ફોન પર વાતચીત શરૂ થઈ હતી.યુવતીએ નોકરી છોડી દીધી ત્યારબાદ પણ એકબીજા સાથે ફોન પર વાતચીત થતી હતી.છેલ્લા દોઢ મહિના પહેલા યુવતીએ નિકેશ સાથે વાતચીત કરવાનું બંધ કર્યું .ત્યારથી નિકેશ યુવતીના ઘરની બહાર આટા ફેરા મારવા લાગ્યો હતો અને યુવતી જ્યાં જાય ત્યાં તેની પાછળ પાછળ જતો અને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

14 ડિસેમ્બરે યુવતી અમરાઈવાડીના સત્યમનગર માર્કેટ કામથી જતી હતી ત્યારે નિતેશ યુવતીની પાછળ પાછળ આવતો હતો જેથી યુવતીએ કહેલ કે મારે તારી સાથે સંબંધ રાખવા નથી છતાં કેમ મારો પીછો કરે છે ત્યારે નિતેશ ઉશકેરાઈ ગયો અને જબરજસ્તી યુવતીનો હાથ પકડીને કહેવા લાગ્યો કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ, તું મારી નહીં તો કોઈની નહિ.ત્યારબાદ યુવતી ઘરે જતી રહી હતી અને તેના માતાને જાણ કરી હતી તેમ છતાં નિકેશ યુવતીના માતાના મોબાઈલ પર મેસેજ કરતો હતો.

આમ અવારનવાર પીછો કરીને મેસેજ કરવા બાબતે યુવતીએ નિકેશ વિરૂદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં છેડતી અને ધાકધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગર ખાતે MSME ઉદ્યોગો નિકાસ તરફ વળે અને નિકાસને વેગ મળેના હેતુથી માર્ગદર્શન સેમીનાર યોજાયો
Next articleખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે