Home ગુજરાત ભાવનગર ખાતે MSME ઉદ્યોગો નિકાસ તરફ વળે અને નિકાસને વેગ મળેના હેતુથી...

ભાવનગર ખાતે MSME ઉદ્યોગો નિકાસ તરફ વળે અને નિકાસને વેગ મળેના હેતુથી માર્ગદર્શન સેમીનાર યોજાયો

26
0

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે MSME ઉદ્યોગો નિકાસ તરફ વળે અને ભાવનગર ખાતેથી થતી નિકાસને વેગ મળે તેમજ MSME એકમોનું ભારતથી થતી નિકાસમાં શું યોગદાન હોઈ શકે તે હેતુથી ભાવનગર ખાતે એક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરનાં ઉપપ્રમુખ પ્રકાશ ગોરસીયાએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવ્યું કે, હાલના સમયમાં MSME એકમોનું સંખ્યા અને મહત્વ વધારે છે અને સરકાર પણ MSME એકમોના વિકાસને મહત્વ આપે છે.

તે પરિસ્થિતિમાં MSME એકમોનું માર્કેટ માત્ર સ્થાનિક, ગુજરાત રાજ્ય કે દેશ પુરતું મર્યાદિત ન રહે અને વિદેશમાં પણ તેમની પ્રોડક્ટનું વેચાણ કરી વધારે આત્મનિર્ભર બને અને દેશને કિંમતી હૂંડિયામણ કમાવી આપે તે મહત્વનું છે. આ માર્ગદર્શન સેમીનારનાં માધ્યમથી મળનાર જ્ઞાનનો લાભ લઇ MSMEએકમો એક્ષ્પોર્ટને વધારે વિકસાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનાં મુખ્ય વક્તા અને એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટનાં નિષ્ણાંત અંકિત મજમુદારે જણાવ્યું કે, MSMEઉદ્યોગો વધારે વિકસે અને વધારે એક્ષ્પોર્ટ કરે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય માટેની ઘણી બધી યોજનાઓ છે

જેમ કે નાણાંકીય સહાય, ક્વોલીટી સર્ટીફીકેશન સહાય, પ્લાન્ટ એક્ષ્પાન્સન સહાય વગેરેનો સમાવેશ થાય છે. MSMEએકમોને ખાસ કરીને નાણાંકીય પ્રશ્નો નડતા હોય છે તે પ્રશ્નો હલ થાય તે માટે સરકાર દ્વારા 4 ટકા જેવા વ્યાજના દરે નાણાંકીય સહાય ઉપલબ્ધ છે. ભારત સરકારની RODTEP સ્કીમમાં એક્ષ્પોર્ટરને 4 ટકા સુધીની સહાય મળવાપાત્ર છે. ટેક્ષટાઈલ્સમાં એપેરલ અને મેનમેડ પ્રોડક્ટની કુલ FOB વેલ્યુ ઉપર 6 થી 8 ટકા જેટલી સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત ભારત સરકારનાં ECGC દ્વારા એક્ષ્પોર્ટરોને એક્ષ્પોર્ટ કરવામાં આવતા માલની કુલ કિંમતના 90 ટકા સુધીનાં પેમેન્ટનું રિસ્ક કવરેજ આપવામાં આવે છે.

ટૂંકમાં MSMEએકમોનો વિકાસ થાય અને તેમનું એક્ષ્પોર્ટ વધે તે માટે સરકાર આ બધા લાભો આપે છે. વિશેષમાં તેઓએ જણાવેલ કે દેશના હાલના એક્ષ્પોર્ટમાં 40 ટકા હિસ્સો MSMEએકમો ધરાવે છે અને અંદાજે 12 કરોડ લોકોને સીધી રોજગારી પાડે છે. ત્યારબાદ પ્રશ્નોતરી શેસનમાં ઉપસ્થિત MSMEએકમોના પ્રતિનિધિઓ દ્વારા તેમના મૂંઝવતા પ્રશ્નો રજુ કરેલ જેનું ઉપસ્થિત વિષય નિષ્ણાંત દ્વારા સંતોષકારક માહિતી-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

આ પ્રસંગે એ.એમ.એ. ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જયોર્જ વર્ગીશ, ચેમ્બરના હોદેદારો, મેનેજીંગ કમિટીના સભ્યો તથા વિશાળ સંખ્યામાં MSMEએકમોનાં પ્રતિનિધિઓ, એક્ષ્પોર્ટરો અને ઉધોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોધરાની શામળાજી મેડિકલ કોલેજ ખાતે આયુર્વેદિક – હોમિયોપેથીક ડોક્ટરના એસોસિએશન દ્વારા આયોજન
Next articleએક યુવકે ‘તું મારી નહીં તો કોઈની નહિ હું તને જાનથી મારી નાખીશ’ યુવતીને ધમકી આપી, યુવક યુવતીના માતાપિતાને પણ કરતો હતો મેસેજ, આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી