Home ગુજરાત બનાસકાંઠાના સરહદી વાવના ઉમેદપુરાથી ટડાવ ગામને જોડતો કાચો રસ્તાને પાકો બનાવવાં સ્થાનિકોએ...

બનાસકાંઠાના સરહદી વાવના ઉમેદપુરાથી ટડાવ ગામને જોડતો કાચો રસ્તાને પાકો બનાવવાં સ્થાનિકોએ માગ કરી

31
0

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ઉમેદપુરા ગામથી ટડાવ ગામને જોડતો કાચો રસ્તાને ડામર રોડ બનાવવા માંગ ઉઠી છે. આ રસ્તા પર 150થી વધારે ખેડૂત પરિવારોનું અવરજવર રહે છે. ખેડૂતો હાલમાં ખેતરોમાં વસવાટ કરતાં હોય, જ્યારે પશુપાલકોને દૂધ મંડળી કે, ટડાવ ખાતે કામ અર્થે બહાર જવામાં મોટા પ્રમાણમાં તકલીફ થાય છે, તેમજ તમામ પરિવારના બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓ પડે છે. આ રસ્તો પાકો બનાવવા 150થી વધારે પરિવારની માંગ છે.

જો કે ઉમેદપુરા ગામથી ત્રણ કિલોમીટરના અંતરે ટડાવ ગામ આવેલું છે. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જ્યારે આરોગ્યલક્ષી ઇમરજન્સી ડિલિવરી જેવા સમયમાં આ સીધો રસ્તો હોવાથી જો રસ્તો પાકો બની જાય તો રાહદારીઓને ખૂબ સારી સુલભતા મળે રહે તેમ છે. સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, ઉમેદપુરાથી ટડાવ સુધી પાકો રસ્તો બને તે માટે અમે રજૂઆતો કરી છે.

અહીંયા 150થી વધુ ઘર આવેલા છે, તેમજ બાળકોને શાળામાં આવવાં-જવાં માટે ખૂબ જ તકલીફો પડે છે. ટડાવમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે. ત્યાં આરોગ્યલક્ષી કામ હોય તો આવવાં-જવામાં ખૂબ તકલીફ પડે છે. ત્યારે અહીં પાકો રસ્તો બનાવવામાં આવે તે માટે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદ્વારકામાં સગાઈ તૂટી જતા પરપ્રાંતીય યુવાને જિંદગી ટૂંકાવી, બીજી બાજુ એક યુવાને આપઘાત કર્યો
Next articleમહેસાણાના અલોડા ગામથી ગેરકાયદેસર ખનીજ વહન કરી રહેલો ટ્રક ચાલક ઝડપાયો