જિલ્લામાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લામાં પણ ત્રણ ઘટનાઓ સામે આવી છે. જ્યાં સગાઈ તૂટી જતા કલ્યાણપુરમાં પરપ્રાંતીય યુવાને જિંદગી ટૂંકાવી હતી. તો બીજી બાજુ કોઈ અકળ કારણોસર નંદાણાના યુવાને આપઘાત કરી લીધો હતો. તો ભાણવડમાં જુગાર રમતા બે મહિલાઓ સહિત ચાર ઝડપાયા જુગારીઓ ઝડપાયા હતા. આ તમામ ઘટનાની ફરિયાદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતો અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાં રહેતો કિશન પીન્ટુ રાઠવા નામના 24 વર્ષના આદિવાસી યુવાનની અગાઉ સગાઈ નક્કી થઈ હતી.
જે મુકાઈ જતા માનસિક રીતે અસ્વસ્થ રહેતા કિશનને આ બાબતે મનમાં લાગી આવતા થોડા સમય પૂર્વે તેણે ઝેરી દવા પીધી હતી. જેથી તેને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા અસ્મિતા પીન્ટુ રાઠવાએ કલ્યાણપુર પોલીસને કરી હતી. કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતો અજય કાના મકવાણા નામનો 35 વર્ષનો યુવક ગત તારીખ 15મીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ સંજય કાના મકવાણાએ કલ્યાણપુર પોલીસને કરી હતી. ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા રાણા આલા ચૌહાણ, હસમુખ ગોવા વાઘેલા, જયા પુંજા ડોડીયા અને ભાનુ મનસુખ સોરઠીયાને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 1330નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.