(જી.એન.એસ), તા.૮
નહેરુનગર હિંમતલાલપાર્ક પાસેથી શુક્રવારે મોડી રાત્રે પસાર થઈ રહેલી ગાડીના ચાલકે એક્ટિવા, બાઈક સહિતના વાહનોને અડફેટે લીધા હતા. ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ગાડી પણ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં પાંચ લોકોને ઇજા પહોંચી હતી, જેમાં એક યુવતીના પગે ગંભીર ઇજા થતાં પગ કાપવો પડે તેવું ડોક્ટર્સે જણાવ્યું હતું. ઉપરાંત કારચાલક હાર્દિક ગજેરા બિલ્ડર હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ સ્પીડે કાર લઇને જતાં બિલ્ડર હાર્દિક ગજેરાએ એક્ટિવા અને બાઇકને અટફેટે લીધા હતા. જેમાં પોરમ કોઠારી (ઉં.23), આયેશા (ઉં.21), કૈશુલ કંસારીયા (ઉં.21), ગંગાબેન મારવાડી અને ઠેઠાલાલ મારવાડીને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલી પોરમ અને આયેશા ગરીબ બાળકોને ભણાવતી એનજીઓ સાથે જોડાયેલી છે અને આ સંદર્ભે મીટિંગ કરીને પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ બે યુવતીઓમાંથી આયેશાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, જેના લીધે પગ કાપવાની સ્થિતિ પણ ઊભી થઇ શકે છે તેમ ડોક્ટર્સે જણાવ્યું હતું. જ્યારે અકસ્માત થતાં જ કોઇ શંકાસ્પદ શખ્સ ઘટનાસ્થળે આવ્યો હતો અને કારમાં રહેલાં અગત્યના ડોક્યુમેન્ટ્સ લઇ ગયો હોવાની વાત ઘટનાસ્થળે ભેગા થયેલા લોકો દ્વારા જાણવા મળી હતી. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.