નડિયાદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી અને ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસીએસનના સંયુક્ત સહયોગથી 14 ડિસેમ્બર, ડો. એન. ડી. દેસાઇ મેમોરિયલ લેકચર સિરીઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લેકચર સિરીઝ એક વર્ષ સુધી દર મહિને એક વખત યોજવામાં આવશે. જેનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓને દવાના સંશોધનને લગતા અલગ-અલગ વિષયો પર અત્યાધુનિક માહિતી સેમિનાર, વર્કશોપ કે ટ્રેનીંગના રૂપમાં મળે અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય. લેક્ચર સિરીઝના ઉદ્ઘાટન પ્રસંગે ડો. એન. ડી. દેસાઇના પુત્ર અને ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કુશલ દેસાઇએ વીડિયો મેસેજ દ્વારા પોતાના પિતાના સંસ્મરણોને તાજા કર્યા હતા.
તેમજ ફાર્મસી ફેકલ્ટીને આ મેમોરિયલ લેક્ચર સિરીઝ યોજવા બદલ ખૂબ-ખૂબ આભાર માન્યો હતો. આ પ્રસંગના મુખ્ય અતિથિ તરીકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ. જી. કોશિયા, તેમજ મૂળજીભાઈ પટેલ કિડની હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઇ હાજર રહ્યા હતા. આ લેક્ચર સિરીઝની શરૂઆતના ભાગરૂપે આઈડીએમએના પ્રેસિડેન્ટ તેમજ સાગા લેબોરેટોરીના ડાઇરેક્ટર ડો. વિરંચી શાહ અને ટ્રોઇકા ફાર્માના ડાઇરેક્ટર ડો. પદમીન બુચ દ્વારા અલગ-અલગ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના કુલપતિ ડો. એચ. એમ. દેસાઇ અને ડાઇરેક્ટર અંકુરભાઈ દેસાઇના માર્ગદર્શન હેઠળ ફાર્મસી ફેકલ્ટીના ડીન ડો. તેજલ સોની, ડો. બી. એન. સુહાગીયા તેમજ ફેકલ્ટીના પ્રધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.