Home મધ્ય ગુજરાત અમદાવાદ આણંદની કૃષિ યુનિવર્સીટી વસો ખાતે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર...

આણંદની કૃષિ યુનિવર્સીટી વસો ખાતે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાઈ

32
0

આણંદની કૃષિ યુનિવર્સીટી વસો ખાતે વિદ્યાર્થી સંઘ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ભાગરૂપે કૃષિ મહાવિદ્યાલય- વ- કૃષિ પોલીટેકનીક, આ.કૃ.યુ. વસો દ્વારા રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી, નડિયાદ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, નડિયાદના સહયોગથી “વ્યક્તિત્વ વિકાસ અને યોગતાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. નિખિલ જોશી, મદદનીશ પ્રાધ્યાપક, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા “વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

જેમાં તેઓએ વ્યક્તિત્વ વિકાસ કરવાના વિવિધ આયામોના ખૂબ જ સુંદર ઉદાહરણની સાથે વિવિધ પુસ્તકોના બોધપાઠ પરથી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. દુષ્યંત મોદી, યોગાચાર્ય, નિવૃત ડાયરેક્ટર, યોગ, એક્યુપ્રેશર, કુદરતી ઉપચાર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા, યોગાચાર્ય નયનાબેન મોદી અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, નડિયાદના પ્રવિણાબેન દ્વારા અહીયાના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને “બોડી એન્ડ માઈન્ડ ફીટ એન્ડ ફાઈન” વિષયને અનુરૂપ સંગીત સાથે યોગના વિવિધ આસનોની પ્રાયોગિક રીતે તાલીમ આપવામાં આવી હતી.

તેમજ યુવાનોનું અસ્થિતંત્ર સુદ્રઢ રહે અને રોજબરોજના દૈનિક જીવનમાં વિવિધ શારિરીક સમસ્યાના નિવારણ અર્થે ખૂબ જ સુંદર યોગાસનની તાલીમ આપી હતી. વધુમાં આંખની કાર્યક્ષમતા સુધારવા, પાચનતંત્ર અને ઉત્સર્ગતંત્રની કાર્યક્ષમતા સુધારવા વિવિધ યોગાસનોની સમજ આપી. ​​​​​​​જિલ્લા વિકાસ અધિકારી અક્ષય મકવાણા દ્વારા યુવા વિકાસ યોજનાઓ અંગેની સરકારની આદર્શ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને યુનિટ વડા ડો.વી.પી.રામાણીએ પ્રાસંગોચિત ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. હાજર રહેલા સર્વે મહેમાનો દ્વારા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને “વ્યક્તિત્વ વિકાસ અને યોગસન શિબિર”ના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્ર્મનું સંચાલન ડો. પી. એસ પંચાલ, બી. એ. જેઠવા અને ડૉ.સી. બી. વર્માએ કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને સહાયક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણામાં આધેડ તળાવમાં કૂદી ગયો તે આપઘાતને આકસ્મિક ગણાવતાં ટોળાએ પોલીસ પર ઉતાર્યો ગુસ્સો
Next articleમહિધરપુરામાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7 ઝડપાયા