વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે ઉજ્જૈન અને પાવાગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવારને આજે સવારે અકસ્માત નડ્યો છે, જેમાં 4 લોકોનાં મોત થયાં છે, જેમાં 8 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. મૂળ રાજસ્થાનનો અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન માટે ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા અને ત્યાંથી પરિવાર સુરત પરત ફરી રહ્યો હતો.
એ સમયે વડોદરા નજીક જરોદ પાસે આવેલી હોટલ વે વેટ પાસે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં એસયુવી કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ સમયે કારમાં બેઠેલા 4 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યારે જરોદ પોલીસની ટીમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
જરોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એસયુવી કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હોવાથી રેસ્ક્યૂ-ઓપરેશનમાં જેસીબીની મદદ લેવાઈ હતી અને જેસીબીની મદદથી કારને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી. વડોદરા શહેર નજીક આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે 4 ઓક્ટોબરે સુરત તરફથી અમદાવાદ તરફ જઇ રહેલું કન્ટેનર ડિવાઇડર કૂદી સામેની સાઇડે એક છકડાને અથડાયું હતું, જેમાં વડોદરા, દેવગઢ બારિયા અને પાવીજેતપુર સહિતના 10 લોકોનાં મોત થયાં હતાં.
રાજસ્થાનથી સુરત જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ કપૂરાઈ ચોકડી પાસે ઓવરટેક દરમિયાન ટ્રક સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સગર્ભા સહિત 6 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા. મૃતદેહોને પતરાં કાપીની બહાર કાઢવા પડ્યા હતા, જેમાં તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.