Home ગુજરાત સુરતમાં ટેમ્પોમાં ચડીને બે લાખની કિંમતની બેગની ચોરી કરી, સીસીટીવીના આધારે ઝડપાયા

સુરતમાં ટેમ્પોમાં ચડીને બે લાખની કિંમતની બેગની ચોરી કરી, સીસીટીવીના આધારે ઝડપાયા

38
0

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભરચક રસ્તા પરથી પસાર થતા ટેમ્પોમાં ચડી જઈને રોકડ રકમની ચોરી કરતો ઈસમ ઝડપાયો હતો. પાંડેસરા પોલીસના હાથે લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કુલ ત્રણ આરોપીને ઝડપી પડાયા છે. આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલમાં અગાઉ રેકી કર્યા બાદ મોપેડમાંથી ટેમ્પોમાં ચડીને તસ્કરી કરી હતી. પાંડેસરા ડી- માર્ટ પાસે ચાલુ ટેમ્પામાં એક ઈસમ 2.16 લાખ રોકડની બેગ છીનવીને નાસી છૂટ્યો હતો. રોકડ રૂપિયા ભરેલી બેગ લઈને ચાલુ ટેમ્પાએ નીચે ઉતરી અન્ય 2 સાગરિતો સાથે બાઇક પર ભાગી ગયો હતો. આ બનાવમાં પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં જ ત્રણેય બદમાશોને પકડી પાડયા છે.

લાલગેટ રાણીતળાવ ખાતે સનાબિલ એપાર્ટમેન્ટમાં રહેતા નઇમભાઈ કાગઝી ચોકલેટ, સિગારેટ અને બિસ્કિટના ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે . 8 મી તારીખે ત્રણૈય બદમાશોને પકડી પાડી રોકડ રકમ ઓફિસમાંથી 5 લાખનો સામાન ટેમ્પામાં ભરી ચાલક હુસેન અને ડિલીવરીમેન મુહમ્મદ આરીફ મનસુરી પાંડેસરા અને ભટારમાં સામાન ડિલિવરી કરવા નીકળ્યા હતા. ડિલીવરીમેને માલની રોકડ 2.16 લાખ બેગમાં મુકી હતી. પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ જીણવટભરી તપાસ કરતા ત્રણેય આરોપીને ઝડપી પાડયા છે.

આ બાબતથી અજાણ ટેમ્પો ચાલક અને ડિલીવરીમેનને પાછળથી આવી રહેલા અન્ય ટેમ્પો ચાલકે પાછળ એક યુવાન ટેમ્પોમાં ચઢી કંઇક કરી રહ્યો છે તેવું કહેતા જાણ થઇ હતી. ચાલક હુસેનીએ ટેમ્પો ઉભો રાખી ચેક કરે ત્યાં સુધીમાં બેગ તફડાવી યુવાન પાછળ આવી રહેલા મોપેડ સવાર તેના બે સાથીદાર સાથે બેસીને ભાગી ગયો હતો. આ ઘટનામાં પાંડેસરા પોલીસે બાતમીના આધારે નિતીન ઉર્ફે શીખડો કવરસેન વર્મા (ઉ.વ. 26 રહે. શીવપેલેસ વિહાર સોસાયટી, વેડ રોડ), મયુર વલ્લભ રાઠોડ (ઉ.વ. 28 રહે. ઓમવીલા એપાર્ટેમેન્ટ, મધુરમ સર્કલ, અડાજણ), અતુલ નાથુભાઇ પરમાર (ઉ.વ. રાધિકા ટેરેસ, ધોબીશેરી, નાનપુરા) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 2 લાખ અને મોપેડ કબ્જે લીધું છે.

ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ત્રણેય અગાઉ રાંદર, અમરોલી, અમદાવાદ અને ગાંધીનગર ખાતે ચોરીના ગુનામાં પકડાયેલા છે અને છેલ્લા ચાર દિવસથી રેકી કર્યા બાદ બેગ તફડાવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field