Home ગુજરાત કાલોલના અડાદરા ગામે રેતી ભરવાનું ના પાડતા 2 ભાઈઓ પર  4 ઈસમો...

કાલોલના અડાદરા ગામે રેતી ભરવાનું ના પાડતા 2 ભાઈઓ પર  4 ઈસમો દ્વારા લોખંડની ટોમી વડે હુમલો

35
0

કાલોલ તાલુકાના અડાદરા ગામમાં આવેલ સુક્લા નદીના પટમાં રેતી ભરવાનું ના પાડતા ઈસમ અને તેના નાના ભાઈ ઉપર ચાર જેટલા ઈસમો દ્વારા લોખંડની ટોમી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વેજલપુર પોલીસ મથકે હુમલો કરનાર ચાર જેટલા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બનાવની પ્રાપ્તિ અનુસાર કાલોલ તાલુકાના અડાદરા હાથી ચોક ફળિયા ખાતે રહેતા શિવરાજસિંહ દિલીપસિંહ ઠાકોરે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલું કે, અડાદરા ગામમાં આવેલ સુક્લા નદીના પટમાં તેમની સર્વે નંબર વાળી જગ્યામાં ગયા હતા ત્યારે વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરીયો જશવંતસિંહ જાદવ ટેક્ટર દ્વારા તેમની જગ્યામાંથી રેતી ભરતો હતો જેથી શિવરાજસિંહ ઠાકોરે રેતી ભરવાનું ના પાડતા ઉગ્ર બોલચાલ થઈ હતી.

ત્યારબાદ શિવરાજસિંહ ઠાકોર અને તેમનો નાનો ભાઈ પૃથ્વીરાજસિંહ દિલીપસિંહ ઠાકોર અડાદરા ગામમાં આવેલ દૂધની ડેરી પર દૂધ ભરવા જતા હતાં. આ સમયે રસ્તામાં વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરીયો જશવંતસિંહ જાદવ અને પંકજકુમાર નટવરસિંહ જાદવે શિવરાજસિંહ ઠાકોર અને તેમના નાના ભાઈ પૃથ્વીરાજસિંહને કહેવા લાગ્યા કે, તું સુક્લા નદીના પટમાંથી અમને કેમ રેતી ભરવા દેતો નથી? અરશબ્દો બોલવાની ના પાડતા વિરેન્દ્રસિંહ જાદવે ઉશ્કેરાઈ જઈને લોખંડની ટોમી દ્વારા શિવરાજસિંહ ઠાકોર પર હુમલો કરી માર મારી રહ્યા હતા ત્યારે તેમનો નાનો ભાઈ પૃથ્વીરાજસિંહ છોડાવવા વચ્ચે પડતા પંકજકુમાર નટવરસિંહ જાદવે લોખંડની ટોમી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

જેથી શિવરાજસિંહ દિલીપસિંહ ઠાકોરે વેજલપુર પોલીસ મથકે વિરેન્દ્રસિંહ જસવંતસિંહ જાદવ, ભરતસિંહ નટવરસિંહ જાદવ, પંકજકુમાર નટવરસિંહ જાદવ, સરવતસિંહ ભરતસિંહ જાદવ વિરૂદ્ધ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદના ઈરમા ખાતે LIC-ઈરમા સોશિયલ ટ્રેલબ્લેઝર પ્રોગ્રામ હેઠલ શોર્ટલીસ્ટેડ સ્ટાર્ટઅપ્સ માટે યોજાયો કાર્યક્રમ
Next articleભરૂચ જિલ્લામાં બે અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત, એક મહિલા થઇ ઈજાગ્રસ્ત