રાજકોટ શહેરના છેવાડે ખોખળદડ ગામની સીમમાં ગોવર્ધન હોટલ નજીક બાંધકામની સાઇટ પરથી 6 શખ્સે સગીરાનું અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મજૂરી કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારની ઓરડીમાં તેના જ વતનના શ્રમિક સહિત 6 શખ્સ 11 ડિસેમ્બરે મધરાતે ફિલ્મી સ્ટાઇલથી ઘરમાં ઘૂસ્યા હતા. આ શખ્સોએ પરિવારજનો પર હુમલો કરીને 16 વર્ષની તરૂણવયની પુત્રીનું અપહરણ કરી ગયા હતાં. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અપહ્યત તરૂણીને મુક્ત કરાવવા તેમજ આરોપીઓને ઝડપી લેવા ત્રણ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે 6માંથી 5 અપહરણકારોની ધરપકડ કરી અપહૃત સગીરાને તેમના પરિવારને સોંપી છે. રાત્રે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી સગીરાને હેમખેમ પરિવારને પરત સોંપી ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટના ખોખળદડ ગામના સીમાડે બાંધકામની સાઇટ પર કડિયા કામ કરતા તેમજ સાઇટ નજીક જ ઓરડીમાં પત્ની, સંતાનો સાથે રહેતા ભીલજીભાઈ ઉર્ફે મલાજીમનભાઇ ડામોરે સગીરવયની પુત્રીના અપહરણની આજીડેમ પોલીસ મથકમાં નોંધ કરાવી હતી.
જેમાં મુખ્ય આરોપી તરીકે વતન મધ્યપ્રદેશના ડોંડા જિલ્લાના વતની અને અહીં બાંધકામ સાઇટ પર મજૂરી કરતા આદિવાસી સોહમ જોલુભાઇ પવારનું નામ આપ્યું હતું. ત્રણ બાઇકમાં સોહમ સહિત 6 શખ્સો આવ્યા હતા અને સગીરાનું અપહરણ કર્યું હતું. જેના આધારે પોલીસે તાત્કાલિક 3 ટીમો બનાવી સગીરાની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એમપીના મુખ્ય આરોપી સોહમ પવાર સહિત 5 આરોપીની ધરપકડ કરી સગીરાને હેમખેમ પરિવારને પરત સોંપી છે.
જ્યારે હજુ પણ એમપીના છોટુ નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી શ્રમિકે પોલીસને આપેલી માહિતી મુજબ રવિવારે રાતે તેઓ પરિવાર સાથે ઓરડીમાં સૂતા હતા. મધરાતે ખખડાટ થતાં જાગી ગયા હતા અને કોણે છે? એ જોવા દરવાજો ખોલ્યો એ સાથે જ સોહમ પવાર સહિતના શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા. બાદમાં તેની 16 વર્ષની પુત્રીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પોતે પ્રતિકાર કરતા સોહમ સહિતના શખ્સોએ બેફામ ગાળાગાળી કરીને ધમકી આપી હતી અને ધોકાથી હુમલો કર્યા બાદ બળજબરીથી પુત્રીનું અપહરણ કરીને ભાગી ગયા હતા.
પોલીસે પકડી પાડેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી સોહમ પવારને છેલ્લા છ માસથી ફરિયાદીની સગીર વયની દીકરી સાથે આંખ મળી જતા એક તરફી પ્રેમ થયો હતો. આથી તેને તેના મિત્ર છોટુ અને કમલેશ ભુરીયા સાથે મળી સગીરાને ઉઠાવી જવા પ્લાન ઘડ્યો હતો અને રાત્રિના સમયે આરોપીઓએ પ્લાન મુજબ સગીરાના ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલો કરી સગીરાને ઉઠાવી ગયા હતા.
હાલ એક આરોપી છોટુ પોલીસ પકડથી દૂર છે જે મૂળ એમપીનો વતની છે. હાલ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છોટુની શોધખોળ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.