Home મધ્ય ગુજરાત અમદાવાદ વેપારી પાસેથી દલાલે અન્ય 2 વેપારીઓને 23,59,000નો માલ અપાવી આચરી છેતરપિંડી

વેપારી પાસેથી દલાલે અન્ય 2 વેપારીઓને 23,59,000નો માલ અપાવી આચરી છેતરપિંડી

36
0

અમદાવાદના કાપડના વેપારી પાસેથી દલાલ મારફતે અન્ય 2 વેપારીઓએ લાખો રૂપિયા માલની ખરીદી કરી હતી. માલ ખરીદ્યા બાદ દલાલ અને અન્ય 2 વેપારીઓએ માલના પૈસા ચૂકવ્યા નહોતા જે મામલે વેપારીએ ત્રણ લોકો સામે 24.59 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ખોખરામાં કાપડનો વેપાર કરતા રાજેશ નાહટાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને મે મહિનામાં પવન છીમ્પા નામના દલાલ પાસે સંપર્ક થયો હતો જે બાદ પવન છમ્પાએ આંધ્રપ્રદેશના મહેન્દ્ર બાઠીયાને રાજેશભાઈ પાસેથી 30,34,248 રૂપિયાનો માલ મોકલાવ્યો હતો અને બેંગલુરુની કિંજલ ફેબ નામની કંપનીમાં 5,08,227 રૂપિયાનો માલ મોકલાવ્યો હતો.

આંધ્રપ્રદેશના વેપારીએ 4.16 લાખ રૂપિયા ટુકડે ટુકડે આપ્યા હતા જ્યારે બાકીના રૂપિયા લેવાના બાકી હતા જેથી શંકા જતા ટ્રાન્સપોર્ટમાં7,67,335 રૂપિયાનો માલ પરત મંગાવ્યો હતો તેમ છતાં 18,50,913 રૂપિયા લેવાના બાકી હતા. બંને કંપનીના ભેગા થઈ 23,59,140 રૂપિયા માલના પરત નહોતા આપ્યા જેથી રાજેશભાઈએ દલાલ પવન અને બંને કંપનીના વેપારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ બાકીના પૈસા પરત આપ્યા નહોતા જેથી રાજેશભાઈએ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અમરાઈવાડી પોલીસે બે વેપારી અને એક દલાલ એમ ત્રણ લોકો સામે 23.59 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે..

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછોટા ઉદેપુરમાં યુવકને ખાટલાની ઇસ વડે માર મારી હત્યા
Next articleહળવદ તાલુકાના ટીકર ગામમાં દંપતીના મૃતદેહ મળ્યા, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા