Home ગુજરાત ઉનામાં વયોવૃધ્ધની આંખમાં મરચાની ભુકી છાંટી ચેઇન-રોકડની લૂંટ ચલાવનાર ઝડપાયા

ઉનામાં વયોવૃધ્ધની આંખમાં મરચાની ભુકી છાંટી ચેઇન-રોકડની લૂંટ ચલાવનાર ઝડપાયા

25
0

ઉના શહેરમાં રહેતા અને બકાલાનો ધંધો કરતા વયોવૃધ્ધ સવારે સાયકલ લઇને શાકમાર્કેટે જતા હતા. ત્યારે રસ્તા પર ત્રણ શખ્સોએ વયોવૃધ્ધને પાછળથી ધક્કો મારી પછાડી દઇ આંખમાં મરચાની ભુંકી છાંટી સોનાના ચેઇનની લૂંટ કરી તમામ શખ્સો ત્યાથી નાશી છુટ્યા હતા. આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ સહીત ગુના હેઠળ ત્રણ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક શખ્સ પાસા હેઠળ જેલમાં છે, જ્યારે બે સગીરવયના આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતો રધુ રવિ બાંભણીયા તેમજ અન્ય સગીરવયના બે શખ્સો આ ત્રણેય આરોપીએ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ભુપતભાઇ અરજણભાઇ ચોહાણ (ઉં.વ.55) શાકમાર્કેટે વહેલી સવારે પાંચ વાગ્યે પોતાની સાયકલ લઇને જતા હતા. ત્યારે ખોડીયાર નગર નજીક રસ્તા પર પાણીના ફિલ્ટર ટાંકા પાસે આ શખ્સોએ ભુપતભાઇને પાછળથી ધક્કો મારી સાયકલ પરથી પછાડી દેતા નીચે પટકાતા રધુ બાંભણીયાએ પોતાની પાસેની થેલીમાંથી મરચાની ભુકી કાઢી આખમાં ઉડતા એ દરમિયાન ગળામાં પહેરેલ સાડા પાંચ તોલાનો સોનાનો ચેઇન લોકેટ સાથે લૂંટ કરી હતી.

ભુપતભાઇને આંખમાં બળતરા થતા રાડારાડ કરવા લાગતા ત્રણેય શખ્સો ત્યાથી નાશી છૂટ્યા હતા. આ લૂંટની ઘટના દરમિયાન ભુપતભાઇને જમણા હાથની કોણીમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભુપતભાઈ અરજણભાઇ ચોહાણએ આજે ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર લૂંટની ઘટના તા.25 નવે. ના વહેલી સવારે બનેલ હોય જેમાં તમામ માથાભારે શખ્સો હોવાથી ભુપતભાઇ ગભરાઇ ગયેલા હતા. આ ઘટનાની જાણ પોલીસમાં કરેલ હતી.

આ અંગે ગીરસોમનાથ જીલ્લા એલસીબીની ટીમના પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, પ્રફુલભાઇ વાઢેર તેમજ સંદિપભાઇ ઝણકાટ તેમજ પેરોલ ફ્લો સ્કવોડનાની મદદથી તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડેલ હતા. જેમાં એક આરોપી રધુ બાંભણીયા હાલ પાસા હેઠળ ભુજ ખાતે જેલમાં હોય તેમજ સગીરવયના બે આરોપીને પકડી તેમની પાસેથી સોનાના દાગીના ચેઇનના પેંડલમાં બનાવડાવેલ સોનાનું ઢાળીયુ કિ.રૂ.22,000, તેમજ સોનાનો ચેઇન વેચી સોનાની વીંટી મેળવેલ જેની કિ.રૂ. 11,800, રોકડ રકમ રૂ.97,500 તેમજ એક મોબાઇલ રૂ. 5 હજાર સહિતનો કુલ રૂ.1,65,000નો મુદામાલ કબ્જે કરેલ છે. આ લુંટ કરનાર શખ્સોએ સોનાનો ચેઇન જે મહુવા ખાતે સોની વેપારીને વહેચેલ હોય તે કબ્જે કરવાની પોલીસે તજવિજ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શાળાઓમાં મહિલા જાગૃતિકરણના યોજાયા કર્યક્રમો
Next articleરામોલના બે યુવાનો પાસેથી એસઓજીએ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો