(જી.એન.એસ), તા.૭
કેશોદમાં બેંકમાં કેશિયર તરીકે જવાબદારી સંભાળ્યાના પ્રથમ દિવસે જ યુવા કર્મચારીએ ખાતેદારને ઉપાડ પેટે માંગેલી રકમ કરતાં અધધ વધુ રકમ ચૂકવી દીધી હતી. જો કે ખાતેદાર યુવાને પ્રામાણિકતા દાખવી વધારાની કરમ બેંકને પરત કરી હતી.
કેશોદમાં ચારચોક ખાતે એસબીઆઈના ખાતેદાર ચિંતન મનસુખભાઈ પનારા (ઉ,વ.23) રૂ.40 હજાર ઉપાડવા માટે બેંક ગયા હતા. દરમિયાન તેણે ઉપાડ માટેની રસીદ કઢાવી કેશિયરના હાથમાં ધરતાં કેશિયરે 2000 વાળી 80 નોટ આપી હતી. આશ્ચર્ય વચ્ચે આ યુવાને લાગ્યું કે નાણાં આટલા વધુ કેમ? તેણે 40 હજાર જ થયા છે પરંતુ હાથમાં રૂ. 1,60,000 આપ્યાં હતાં.
બેંકમાં ભારે ટ્રાફિક વચ્ચે બહાર નીકળી ચિંતને પિતા મનસુખભાઈને આ મામલે જાણ કરી ઘેર પોહંચી બેંકનો સંપર્ક કર્યો. સાંજે ક્લોઝીંગ વખતે હિસાબમાં ભૂલ ધ્યાને આવ્યા બાદ બેંક મેનેજર,કેશિયર સહિતના કર્મચારીઓ ખાતેદાર યુવાનના ઘરે પહોંચ્યા હતા. પનારા પરિવારે પ્રામાણિકતાનું ઉમદા ઉદાહરણ આપી બેંક કર્મચારીઓને ચા-પાણી પિવડાવવી રૂ. 1,20,000 પરત કર્યા હતાં. બેંક મેનેજરે આ પરિવારનો આભાર માન્યો હતો.
ચિંતને ‘સંદેશ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 40 હજાર ઉપાડમાં કેશિયરે ખરેખર 500વાળી 80 નોટ આપવાને બદલે તેણે 2000ની 80 નોટ આપી દીધી. એન્ટ્રી અને ઉપાડમાં 40 હજાર જ બતાવવાં હોવાછતાં વધુ નાણા આપી દીધા હોવાથી કેશિયરના હિતમાં પરત કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.